ઝારખંડના રાંચીમાં આવેલા આ કિલ્લા પર દર વર્ષે વીજળી ત્રાટકે છે, આ પાછળનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું.
આ કિલ્લાને રાજા જગતપાલસિંહના કિલ્લાના નામે ઓળખવામાં આવે છે.
20 વર્ષ જૂનો આ કિલ્લો રાંચીથી 18 કિમી દૂર પિઠૌરિયા ગામમાં આવેલો છે.
એક સમયે 100 રૂમવાળો વિશાળ મહેલ આજે ખંડેર કિલ્લામાં ફેરવાઈ ચૂક્યો છે.
ગામના લોકોની માન્યતા અનુસાર એક ક્રાંતિકારી વિશ્વનાથ શાહદેવે રાજા જગતપાલને શ્રાપ આપ્યો હતો.
જગતપાલે અંગ્રેજોને મદદ કરી હતી અને ક્રાંતિકારી વિશ્વનાથને ફાંસીએ લટકાવી દીધા હતા.
વિશ્વનાથે મરતાં મરતાં શ્રાપ આપ્યો કે જગતપાલનું નામોનિશાન નહી રહે અને દર વર્ષે કિલ્લા પર વીજળી પડશે.
જો કે વૈજ્ઞાનિકો માને છે કે અહીંના ઊંચા ઝાડ અને પહાડોમાં લોહ અયસ્કની માત્રા વધુ હોવાથી આવું દર વર્ષે થાય છે.