કેરળના તિરુવનંતપુરમમાં આવેલું પદ્મનાભ મંદિર 18મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું.
આ મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જેની મુલાકાત લેવા દેશ-વિદેશથી લોકો આવે છે.
ભગવાન વિષ્ણુની વિશાળ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે. જેમાં શેષનાગ પર સૂતેલા ભગવાન વિષ્ણુ છે.
શ્રી વિષ્ણુનું આ રહસ્યમયી મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર છે, જેની સંપત્તિ લગભગ 1,32,000 કરોડ રૂપિયા છે.
અત્યાર સુધી મંદિરના સાતમાંથી છ દરવાજા ખોલાયા, જેમાંથી 1,32,000 કરોડની સંપત્તિ મળી આવી છે.
જો કે મંદિરના સાતમા દરવાજાનું રહસ્ય હજુ અકબંધ છે, આ દરવાજાને કોઈ તાળું કે કડી નથી.
જ્યારે પણ આ દરવાજો ખોલવાની વાત થાય છે, ત્યારે કોઈ અશુભ પરિસ્થિતિ સર્જાશે તેવી માન્યતા છે.
આ દરવાજો ખોલવા માટે કોઈ ચાવીની જરૂર નથી, તે માત્ર મંત્રથી ખોલી શકાય તેવી વાયકા છે.
ઘણા લોકો કહે છે કે આ સાતમા દરવાજા પાછળ છ દરવાજા કરતાં પણ વધુ ધન છૂપાયેલું છે.
જો કે ત્રાવણકોરના રાજવી પરિવારના વડાનું કહેવું છે કે મંદિરનો સાતમો દરવાજો ખોલવાથી પ્રલય આવશે.