ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલેબાબાના સત્સંગમાં 120થી વધુ લોકોના મોત થયા છે.

ત્યારે કોણ છે આ ભોલે બાબા.. જેમના IAS-IPSથી લઈને નેતાઓ પણ ભક્ત છે.

નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં થયો હતો.

બાબા પોતાને ઈન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ કર્મચારી ગણાવે છે, જેણે 26 વર્ષ પહેલા નોકરી છોડી ઉપદેશ આપવાનું શરૂ કર્યું.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા સહિત દેશભરમાં ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.

બાબા કોઈ પાસે દાન ન લેતા હોવા છતાં તેમની પાસે ઓછામાં ઓછી રૂ. 100 કરોડની સંપત્તિ છે.

ભોલેબાબા પાસે 24 આશ્રમ છે, અને ઘણી લક્ઝરી કાર છે. બાબા જ્યાં જાય ત્યાં કારોનો કાફલો સાથે જ હોય છે.

બાબાની ભક્તો વચ્ચે એન્ટ્રી પણ સુપર સ્ટાર જેવી હોય છે, બાબાએ સફેદ થ્રી-પીસ સૂટ, ટાઈ અને સ્ટાઇલિશ ચશ્મા પહેર્યા હોય છે.

બાબાના કાફલામાં 15થી 30 વાહનો શામેલ હોય છે, જેમાં મોટરસાઈકલ પર 16 કમાન્ડો હોય છે.

દર મંગળવારે ભોલે બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો ભેગા થાય છે.

More Web Stories