'કૃષ્ણાઝ બટર બોલ'ના નામે જાણીતો આ પથ્થર ચેન્નઈના એક કસ્બામાં મહાબલિપુરમના કિનારે સ્થિત છે.
આ રહસ્યમયી પથ્થર એક ઢાળવાળા પહાડ પર 45 ડિગ્રીએ ટકેલો છે.
માન્યતા છે કે આ પથ્થર ભગવાન કૃષ્ણના પ્રિય ભોજન માખણું પ્રતિક છે, જે સ્વર્ગમાંથી ટપક્યો છે.
આ પત્થર 20 ફૂટ ઉંચો અને 5 મીટર પહોળો છે, તેનું વજન લગભગ 250 ટન છે.
વિશાળ આકારનો હોવા છતાં આ પથ્થર ગુરૂત્વાકર્ષણના નિયમો વિરૂદ્ધ છે.
આ પથ્થર પહાડની માત્ર 4 ફૂટ જેટલી જગ્યામાં સદીઓથી ટકેલો છે.
જોનારાને એક ક્ષણ માટે તો એમ જ લાગે કે તે પથ્થર ગમે તે ક્ષણે નીચે પડી શકે છે.
વૈજ્ઞાનિકો આ પથ્થરને લઈને ઘણા તર્ક આપે છે, પણ આજદિન સુધી કોઈ ચોક્કસ જવાબ નથી મળ્યો.
સ્થાનિક લોકો આને ચમત્કાર માને છે, કહેવાય છે કે પથ્થર હટાવવા સાત હાથી લગાવાયા, છતાં કોશિશ નિષ્ફળ રહી હતી.
આજે કૃષ્ણાઝ બટર બોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો છે, જેને જોવા રોજ હજારો લોકો આવે છે.