ભારતના સૌથી ભૂતિયા રેલવે સ્ટેશન બંગાળના પુરુલિયામાં આવેલું છે, જેનું નામ બેગુનકોદર છે.
આ સ્ટેશને સાંજ પછી કોઈ જોવા નથી મળતું, એટલું જ નહીં જ્યારે આ સ્ટેશન આવે ત્યારે રેલવેના યાત્રીઓ પણ બારીઓ બંધ કરી નાખે છે.
આ સ્ટેશન 42 વર્ષ સુધી બંધ રહ્યું હતું, જેની પાછળ એક યુવતીનું ભૂત જવાબદાર હોવાનું મનાય છે.
1960માં આ સ્ટેશન શરૂ કરાયેલું, પણ સાત વર્ષ પછી તેને બંધ કરી દેવામાં આવ્યું, 2007માં તેને ફરી ખૂલ્લું મૂકાયું.
આ સ્ટેશન પર કોઈ પ્લેટફોર્મ નથી, માત્ર એક 12 બાય 10 ફૂટનું ટિકિટ કાઉન્ટર છે.
લોકવાયકા એવી છે કે અહીં એક યુવતીનું રેલવે દુર્ઘટનામાં મોત થયું હતું.
1967માં બેગુનકોદરના એક રેલવે કર્મચારીએ અહીં મહિલાનું ભૂત જોયું હોવાનો દાવો કર્યો.
ધીરે ધીરે ત્યાં એક સફેદ સાડીમાં યુવતી નજરે પડવા લાગી, જેણે લોકોમાં ડર બેસાડી દીધો.
સમય જતાં આ સ્ટેશન વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત થઈ, જેણે આ સ્ટેશનને હોન્ટેડ સ્ટેશન નામથી પ્રખ્યાત કરી નાખ્યું.
આજે પણ આ સ્ટેશને સાંજે સાડા પાંચ વાગ્યા પછી કોઈ જતું નથી, અવનવી લોકવાયકાના કારણે સ્ટેશન ઘણું ફેમસ છે.