લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ટોપ-10 કરોડપતિ ઉમેદવાર.
10. કાર્તિ ચિદમ્બરમ: પી. ચિદમ્બરમના પુત્રએ કોંગ્રેસમાંથી શિવગંગા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, તેમની કુલ સંપતિ 96 કરોડ (96,27,44,048) થી વધુ છે...
9. જ્યોતિ મિર્ધા: રાજસ્થાનના નાગૌરથી ભાજપના આ ઉમેદવારની કુલ સંપતિ 102 કરોડ રૂપિયા (1,02,61,88,900)થી વધુ...
8. વિન્સેન્ટ એચ પાલા: ઉત્તર પૂર્વ મેઘાલયની શિલોંગ બેઠકના કોંગ્રેસ ઉમેદવારે 125 કરોડ રૂપિયા (1,25,81,59,331) થી વધુની સંપત્તિ જાહેર કરી...
7. જયપ્રકાશ વી: તમિલનાડુની કૃષ્ણાગિરી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા AIADMKના ઉમેદવાર 135 કરોડ (1,35,78,14,428)થી વધુની સંપત્તિ ધરાવે છે...
6. એ.સી. શનમુગમ: તમિલનાડુના વેલ્લોરમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપ સાંસદની સંપતિ 152 કરોડ રૂપિયા (1,52,77,86,818) થી વધુ છે...
5. માજિદ અલી: BSPના યુપીના સહારનપુરથી 2024ની લોકસભાના આ ઉમેદવાર 159 કરોડ રૂપિયા (1,59,59,00,079) થી વધુ સંપત્તિ ધરાવે છે...
4. માલા રાજ્ય લક્ષ્મી શાહ: ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ બેઠકના ભાજપ સાંસદની કુલ સંપતિ 206 કરોડ રૂપિયા (2,06,87,39,424) થી વધુ છે...
3. દેવનાથન યાદવ ટી: ભાજપના તમિલનાડુના શિવગંગાના આ ઉમેદવાર 304 કરોડ રુપિયા (3,04,92,21,680) થી વધુની સંપત્તિ ધરાવે છે...
2. અશોક કુમાર: તમિલનાડુના ઈરોડ બેઠક પરથી DMKપાર્ટીના ઉમેદવારે રૂ. 662 કરોડ (6,62,46,87,500)ની સંપતિ હોવાનું જાહેર કર્યું...
1. નકુલ નાથ: મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારની કુલ સંપતિ 716 કરોડ રૂપિયા (7,16,94,05,139) થી વધુ...