ઈન્ડિયન પોલિટિકલ લીગ : સ્ટાર્સની હાર-જીતના લેખાજોખા.

2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવીને લોકસભામાં પહોંચનારી સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના કે. એલ. શર્મા સામે અમેઠીથી હાર થઈ છે.

શત્રુઘ્ન સિંહા પહેલા બિહારમાં ભાજપમાં અને હવે બંગાળમાં ટીએમસીમાંથી જીતીને પોતાની રાજકીય ક્ષમતાનો પરિચર આપ્યો છે.

કંગનાએ હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કોંગ્રેસના પૂર્વ સીએમ વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે.

મેરઠથી ભાજપના અરુણ ગોવિલ સમાજવાદી પાર્ટીની ઉમેદવાર સુનીતા વર્મા સામે ઓછા મત તફાવતથી જીત્યા છે.

અમરાવતીની પૂર્વ સાંસદ નવનીત રાણાની કોંગ્રેસના નવનીત રાણા સામે હાર થઈ છે.

ભોજપૂરી સુપરસ્ટાર નિરહુઆ એટલે કે દિનેશ લાલ યાદવને આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવએ હરાવ્યા છે.

બંગાળી ફિલ્મો અને ટીવીની અભિનેત્રી જૂન માલિઆએ ટીએમસીએ મેદીનીપુરથી સીપીઆઈના બિપલબ ભટ્ટાચાર્ય સામે જીત મેળવી છે.

ભોજપુરી અભિનેતા રવિ કિશને ભાજપમાં એન્ટ્રી બાદ ગોરખપુર સીટ પરથી ભવ્ય વિજય મેળવ્યો છે.

નોર્થ ઈસ્ટ દિલ્હીની સીટ પરથી ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ કોંગ્રેસના કનૈયા કુમારને હરાવીને બીજી વખત જીત હાંસલ કરી છે.

ટીએમસીએ જાણીતી ટીવી અભિનેત્રી રચના બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં હુગલી બેઠક પરથી ભાજપની લોકેટ ચેટર્જીને હરાવ્યા છે.

જાદવપુર સીટથી ટીએમસી ઉમેદવાર જાણીતી અભિનેત્રી અને ગાયિકા સયોની ઘોષે ભાજપના અનીરબાન ગાંગુલીને 1.40 લાખના જંગી માર્જિનથી હરાવ્યા છે.

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ભાજપમાં મથુરા બેઠકથી જીતની હેટ્રિક લગાવી છે, તેને કોંગ્રેસના મુકેશ ડાંગરને હરાવ્યા છે.

More Web Stories