મહારાષ્ટ્રનું લોનાવાલા ચોમાસામાં સંપૂર્ણપણે લીલું બની જાય છે. ચોમાસામાં ફરવા માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે.

કેરળના અલેપ્પીમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે, પોતાની હરિયાળીના લીધે તે ચોમાસામાં હરવા ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.

કર્ણાટકનું સુંદર હિલ સ્ટેશન કુર્ગ ચોમાસામાં અલૌકિક લાગે છે. એક શાંત હિલ સ્ટેશન તરીકે તેની પ્રાકૃતિક સુંદરતાનો કોઈ તુલના ન થઈ શકે.

ગોવામાં ચોમાસામાં દરિયાકિનારો જોખમી બની જાય છે. જેથી સ્વિમિંગ શક્ય નથી. પણ બીચની મુલાકાત ચોક્કસથી લઈ શકો.

સિક્કિમની રાજધાની ગંગટોકમાં ચોમાસામાં ઘણો વરસાદ પડે છે. આખો વિસ્તાર હરિયાળો-સુંદર બની જતો હોવાથી અહીં પ્રવાસનું આયોજન કરી શકાય.

જો તમે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માંગો છો, લંઢૌરની મુલાકાત અવશ્ય લો. ચોમાસામાં ઉત્તરાખંડનું આ નાનું શહેર સંપૂર્ણપણે લીલું-સુંદર બની જાય છે.

તમિલનાડુમાં આવેલા કોડાઈકનાલમાં વરસાદની સીઝન પુર બહારમાં ખીલે છે. ચોમાસામાં આ સ્થળ ખૂબ જ સુંદર બની જાય છે.

વાદળોનું નિવાસસ્થાન કહેવાતું મેઘાલય, વિશ્વના સૌથી ભીના સ્થળ મોસીનરામનું ઘર છે. પ્રકૃતિ અને વરસાદ પ્રેમીઓ માટેનું એક ઉત્તમ સ્થળ.

More Web Stories