ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે વાત કરીએ ધરતી પર આવેલા સૌથી ગરમ સ્થળો વિશે, જેના તાપમાનનો તમે અંદાજો પણ નહીં લગાવ્યો હોય.

દનાકિલનું રણ, ઈથોપિયા : આ સ્થળને લોકો ધરતીનું નર્ક કહે છે. અહીં વર્ષ દરમિયાન 48 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. આ સ્થળ ‘ક્રૂઅલેસ્ટ પ્લેસ ઓન અર્થ’ તરીકે ઓળખાય છે. અહીંના તળાવોનું પાણી હંમેશા ઉકળતું હોય છે.

ડેથવેલી, અમેરિકા : અહીં વર્ષમાં 5 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે. અહીં પાણીનું નામોનિશાન નથી. થર્મોમીટરથી આ સ્થળનું તાપમાન મપાયું તો 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેથી આ સ્થળ વિશ્વના ગરમ સ્થળો પૈકી એક છે.

કેવ ઓફ ધ ક્રિસ્ટલ, મેક્સિકો : કેવ ઓફ ધ ક્રિસ્ટલ નામે જાણીતી આ ગુફા મેક્સિકોના નેકામાં આવેલી છે. આ ગુફાનું સૌથી વધુ તાપમાન 58 ડિગ્રી સુધી નોંધાયેલું છે.

અલ અજીઝિયા, લીબિયા : એક સમય હતો જ્યારે અલ અજીઝિયાને દુનિયાનું સૌથી ગરમ શહેર ગણવામાં આવતું. 1922માં અહીંનું તાપમાન 58 ડિગ્રી હતું. પણ 2012માં અમેરિકાની ડેથવેલીનું તાપમાન આનાથી પણ વધારે ગરમ નોધાયું હતું.

તુરપન, ચીન : ચીનમાં આવેલી આ ખીણનું તાપમાન વર્ષ 2008માં 66.8 ડિગ્રી નોંધાયું હતું. અહીંના પહાડોનો રંગ લાલ છે, જેના પર સૂર્યના કિરણો પડતાં જ તે ગરમ થઈ જાય છે. આના કારણે અહીં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

ક્વીન્સલેંડ, ઓસ્ટ્રેલિયા : ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલિયાનો સૌથી સૂકાયેલો વિસ્તાર છે. તેને બેડલેન્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનો એક મોટો વિસ્તાર રણપ્રદેશ છે. 2003માં આ સ્થળનું તાપમાન 69.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દશ્ત-એ-લુત, ઈરાન : આ સ્થળને વિશ્વનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે. 2005માં નાસાએ અહીં 70.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કર્યું હતું. વર્ષ 2004, 2007 અને 2009માં આ સ્થળને વિશ્વના સૌથી ગરમ સ્થળનો દરજ્જો અપાયો હતો.

More Web Stories