7.302ના સ્કોર સાથે નોર્વે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં સાતમા નંબરે છે. અસમાનતાનો ઓછો દર તેમજ ફ્રી અને સેફ વાતાવરણ અહીંના લોકોને અન્ય કરતાં સુખી બનાવે છે.

નેધરલેન્ડ : 7.319ના સ્કોર સાથે નેધરલેન્ડ આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન, વર્ક-લાઈફ બેલેન્સ, સેફ્ટી અને સિક્યોરિટી, સારું પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના લીધે અહીંના લોકો સેફ અને સુખી અનુભવે છે.

ઈઝરાયલ : ઈઝરાયલ 7.341ના સ્કોર સાથે આ યાદીમાં પાંચમા નંબરે છે. કૃતજ્ઞતા અને સહાનુભૂતિ, પોતાની પાસે જે છે તેની સાથે ખુશ રહેવું અને તંદુરસ્ત આહાર સાથે શારીરિક સંભાળ જેવા ગુણ અહીંના લોકોને સુખી બનાવે છે.

સ્વીડન : 7.344ના સ્કોર સાથે સ્વીડન આ યાદીમાં ચોથા નંબરે છે. આના માટેના કેટલાક પરિબળો જેમ કે અર્થતંત્ર, આબોહવા, જીવનની ગુણવત્તા જવાબદાર છે.

આઈસલેન્ડ : 7.525ના સ્કોર સાથે આ યાદીમાં આઈસલેન્ડ ત્રીજા નંબરે છે. આ ઘણો શાંતિપ્રિય દેશ છે. આઇસલેન્ડમાં ક્રાઈમનો રેટ પણ ઘણો ઓછો છે.

ડેનમાર્ક : ડેનમાર્ક 7.583ના સ્કોર સાથે યાદીમાં બીજા નંબર પર છે. દેશના નાગરિકોને મોટાભાગની આરોગ્ય સંભાળ અને અન્ય સુવિધા મફતમાં મળી રહે છે.

ફિનલેન્ડ : વર્લ્ડ હેપીનેસ રીપોર્ટમાં સતત સાતમા વર્ષે ફિનલેન્ડે વિશ્વના સૌથી સુખી દેશનું બિરૂદ મેળવ્યું છે. 7.741ના સ્કોર સાથે ફિનલેન્ડે આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ભારત 4.054ના સ્કોર સાથે 146 દેશોમાંથી 126મા નંબરે છે. વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ અનુસાર, ભારતનો સમાવેશ વિશ્વના સૌથી ઓછા સુખી દેશોમાંના એક તરીકે થાય છે.

More Web Stories