આ વ્યક્તિ પ્રખ્યાત જહાજ ટાઈટેનિકની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી રહ્યો છે, અને તેને લઈને વિશ્વભરમાં ફરવાનું સપનું સેવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન બિલિયોનેર ક્લાઇવ પામરે ટાઇટેનિક-2 પ્રોજેક્ટને ફરી ઉભો કરવાની ઘોષણા કરી, જેનો ઉદ્દેશ્ય ટાઇટેનિકની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાનો અને તેને લઈને વિશ્વભરમાં ફરવાનો છે.

69 વર્ષના પામરે આવો જ પ્લાન અગાઉ 2012 અને 2018માં લોન્ચ કર્યો હતો, પરંતુ તેને સાકાર નહોતા કરી શક્યા.

જો કે પામરે સિડની ઓપેરા હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેણે ટાઈટેનિકને બનાવવાના તેના વિઝનને જાહેર કર્યું હતું.

આ પ્રોજેક્ટને પામરની કંપની બ્લુ સ્ટાર લાઇન દ્વારા મેનેજ કરવામાં આવશે.

ટાઇટેનિક-2 ટાઇટેનિકની મૂળ સફરને અનુસરશે. તે સાઉધમ્પ્ટન, ઇંગ્લેન્ડથી ન્યૂયોર્ક સુધી પ્રસ્થાન કરશે અને વિશ્વભરમાં સફર કરશે. આ જહાજમાં નવ ડેક, 835 કેબિન અને 2, 435 મુસાફરોને સમાવી શકાશે.

ઐતિહાસિક ડિઝાઇન હોવાની સાથે સાથે ટાઇટેનિક-2 નેવિગેશન ટેકનોલોજી અને આધુનિક સેફ્ટી પ્રોસિઝરથી અપગ્રેડેડ હશે.

2015માં પેમેન્ટના વિવાદોના કારણે પ્રોજેક્ટ પરનું કામ અટકી ગયું હતું. આ સિવાય COVID-19 અને ક્રુઝ ઉદ્યોગ બંધ થવાને કારણે પ્રોજક્ટ અટકી પડ્યો હતો.

પામરે નાણાકીય રીસોર્સમાં વધારો અને નવા પડકારોની ઇચ્છાને લક્ષ્યમાં રાખીને આ પ્રોજેક્ટ સફળ થવા બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

More Web Stories