બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત અવારનવાર કોન્ટ્રોવર્સીમાં સપડાય છે. હમણાં કંગના અને સુપ્રિયા શ્રીનેત વચ્ચેના વિવાદે જોર પક્ડયું છે, ત્યારે નજર કરીએ કંગનાના કેટલાક બહુચર્ચિત વિવાદો પર.
કંગનાએ એક્ટર રીતિક રોશન માટે 'સિલી એક્સ' શબ્દ વાપર્યો હતો. કંગના રનૌતે દાવો કર્યો હતો કે ક્રિશ 3 માટે કામ કરતી વખતે બંને વચ્ચે અફેર હતું, જેને રીતિકે નકારી કાઢ્યું હતું.
કંગના વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. તેની ટિપ્પણીઓ માટે કંગનાનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
2020માં કંગનાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે ઉર્મિલા માતોંડકરને 'સોફ્ટ પોર્ન સ્ટાર' કહી હતી. ઉર્મિલા તે સમયે કોંગ્રેસ પાર્ટીની નેતા હતી. આ નિવેદને પણ ભારે હોબાળો મચાવ્યો હતો.
કંગનાએ એક ન્યૂઝ સમિટમાં કહ્યું હતું કે "1947માં જે આઝાદી મળી તે ભીખ હતી, ભારતના નાગરિકોને 2014માં વાસ્તવિક આઝાદી મળી." આ નિવેદન માટે કંગનાની ભારે ટીકા કરવામાં આવી.
કંગનાએ એક ચેટ શોમાં હોસ્ટ કરણ જોહરને મૂવી માફિયા અને ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપનાર કહ્યું હતું, જેની સમગ્ર બોલિવૂડમાં ભારે ચર્ચા થઈ હતી.
કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) સાથે કરી હતી, જેના લીધે રાજકીય ખળભળાટ મચી ગયો હતો.
આ સિવાય કંગનાએ એકવાર કહેલું કે મુંબઈ પોલીસ બોલિવૂડ માફિયાઓ કરતાં તેણીને વધુ ત્રાસ આપે છે, જેના બાદ કંગનાની ભારે ટીકા થઈ હતી અને તેને કાનૂની નોટિસ પણ મળી હતી.
મહત્વનું છે કે હાલમાં જ કંગના રણૌતને ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મંડી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી છે.