આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું સ્થાન બનાવી રહી છે. માત્ર ઘર સંભાળવામાં જ નહી પણ મહિલાઓ હવે બિઝનેસમાં પણ શિખરો સર કરી રહી છે. ત્યારે ભારતની સાત સૌથી ધનિક મહિલાઓ વિશે આજે વાત કરીએ.
ફાલ્ગુની નાયર : ફાલ્ગુની નાયર ભારતનાં સાતમાં સૌથી ધનિક મહિલા છે. આપબળે ધનવાન બનેલા વ્યક્તિઓમાં તેમનું સ્થાન છે. ફાલ્ગુની નાયર ભારતના પ્રથમ ઓનલાઈન બ્યુટી ઈ માર્કેટ પ્લેસ નાયકાના સ્થાપક અને CEO છે, તેમની પાસે 3.0 અબજ ડોલરની સંપત્તિ છે.
લીના તિવારી : લીના તિવારી ભારતનાં છઠ્ઠાં સૌથી ધનિક મહિલા છે. 66 વર્ષીય લીના તિવારી પાસે કુલ 3.2 અબજ ડોલરની સંપત્તિ છે. તેઓ યુએસવી ઈન્ડિયાના ચેરપર્સન છે.
સ્મિતા ક્રિષ્ના ગોદરેજ : સ્મિતા ક્રિષ્ના-ગોદરેજ ભારતનાં પાંચમાં સૌથી ધનિક મહિલા છે. 73 વર્ષીય સ્મિતા ક્રિષ્ના ગોદરેજની કુલ સંપત્તિ 3.3 અબજ ડોલર છે. તેમની સૌથી મોટી સંપત્તિમાં ડો. હોમી ભાભાનો રૂ. 371 કરોડનો બંગલો સામેલ છે.
વિનોદ ગુપ્તા : વિનોદ ગુપ્તા ભારતના ચોથાં સૌથી ધનવાન મહિલા છે. હેવેલ્સ ઇન્ડિયાના સહ-સ્થાપક વિનોદ રાય ગુપ્તાની નેટવર્થ 4.2 અબજ ડોલર છે. તેઓ હેવેલ્સ ગ્રૂપમાં મોટો હિસ્સો ધરાવે છે, જે ભારતની અગ્રણી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કંપની છે.
રેખા ઝુનઝુનવાલા : રેખા ઝુનઝુનવાલા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાનાં પત્ની છે. તેમની પાસે 8.7 અબજ ડોલરની સંપત્તિ છે. ટાઇટન, મેટ્રો બ્રાન્ડ્સ, સ્ટાર હેલ્થ , ટાટા મોટર્સ અને ક્રિસિલ જેવી 29 કંપનીઓના શેરહોલ્ડિંગ તેમને વારસામાં મળ્યા છે.
રોહિકા સાયરસ મિસ્ત્રી : રોહિકા સાયરસ મિસ્ત્રી આ લિસ્ટમાં બીજા નંબરે છે. રોહિકા સાયરસ મિસ્ત્રી પાસે 8.7 અબજ ડોલરની સંપત્તિ છે. તેઓ સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીનાં પત્ની છે. તેઓ ચાર વર્ષ સુધી ટાટા સન્સના ચેરમેન પદે રહ્યા હતા.
સાવિત્રી જિંદાલ : સાવિત્રી જિંદાલ આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. 73 વર્ષીય સાવિત્રી જિંદાલ પાસે 29.1 અબજ ડોલરની સંપત્તિ છે. તેઓ જિંદાલ ગ્રૂપના પૂર્વ ચેરમેન છે. માત્ર ધનિક મહિલા જ નહી પણ એશિયાના ટોપ ટેન ધનિકોમાં તેઓ એકમાત્ર મહિલા છે.