ભારતમાં 1 રૂપિયાનો સિક્કો RBI નથી છાપતી, તો કોણ છાપે છે? જાણો.
આમ તો દેશમાં બેંકો અને ચલણને લગતા તમામ કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરે છે.
RBI ચલણ બહાર પાડે છે અને આ જેમાં RBI ગવર્નરની સહી હોય છે.
જો કે, માત્ર 1 રૂપિયાની નોટ અને સિક્કો જ એક એવું ચલણ છે જે RBI જારી કરતું નથી.
એવામાં મનમાં આ સવાલ આવે કે તો RBIના બદલે 1 રૂપિયાના સિક્કા કોણ બહાર પાડે છે?.
તો જણાવી દઈએ કે 1 રૂપિયાની નોટ અને સિક્કા બનવવાનું કામ નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
એક રૂપિયાનો સિક્કો સ્ટેનલેસ સ્ટીલનો બને છે. તેનો વ્યાસ 21.93 મીમી, જાડાઈ 1.45 મીમી અને વજન 3.76 ગ્રામ છે.
વર્ષ 2018માં RTIના જવાબમાં RBIએ જણાવ્યું હતું કે 1 રૂપિયાનો સિક્કો 1.11 રૂપિયામાં બને છે. જયારે બે રૂપિયાનો સિક્કો 1.28 રૂપિયામાં બને છે.
5 રૂપિયાનો સિક્કો 3.69 રૂપિયામાં અને 10 રૂપિયાનો સિક્કો 5.54 રૂપિયામાં બનાવવામાં આવે છે.
આ સિક્કાઓ મુંબઈ, કોલકાતા, નોઈડા અને હૈદરાબાદમાં ઈન્ડિયન ગવર્નમેન્ટ ટંકશાળ (IGM) ખાતે બનાવવામાં આવે છે.