વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે સૌથી વધુ અબજોપતિ ધરાવતા શહેરોની યાદી બહાર પાડી છે, ચાલો નજર કરીએ આ લિસ્ટ પર.

ન્યુયોર્ક : 119 અબજોપતિ સાથે અમેરિકાનું ન્યુયોર્ક આ યાદીમાં પહેલા ક્રમે છે.

લંડન : 97 અબજોપતિ સાથે યુકેનું લંડન બીજા સૌથી વધુ અબજોપતિ ધરાવતું શહેર છે.

મુંબઈ : આપણું મુંબઈ આ યાદીમાં ત્રીજા ક્રમે છે, અહીં 92 અબજોપતિ રહે છે.

બેઈજિંગ : 91 અબજોપતિ સાથે ચીનનું બેઈજિંગ આ યાદીમાં ચોથા ક્રમે આવે છે.

શાંઘાઈ : ચીનનું શાંઘાઈ આ યાદીમાં પાંચમા ક્રમે છે, અહીં 87 અબજોપતિ રહે છે.

શેનઝેન : ચીનના શેનઝેન શહેરમાં 84 અબજોપતિ રહે છે, આ યાદીમાં તે છઠ્ઠા ક્રમે છે.

હોંગકોંગ : હોંગકોંગમાં 67 અબજોપતિ રહે છે, આ યાદીમાં તે સાતમા ક્રમે છે.

મોસ્કો : 59 અબજોપતિ સાથે રશિયાનું મોસ્કો આ યાદીમાં આઠમા નંબરે છે.

દિલ્હી : આપણી રાજધાની દિલ્હી 57 અબજોપતિ સાથે આ યાદીમાં નવમા નંબરે છે.

સાન ફ્રાન્સિસ્કો : અમેરીકાનું જ સાન ફ્રાન્સિસ્કો 52 અબજોપતિ સાથે દસમા નંબરે છે.

More Web Stories