ભગવાન શ્રીકૃષ્ણએ ભલે દેહ ત્યાગ કર્યો પણ તેમનું હૃદય આજે પણ જગન્નાથ પુરીમાં હોવાનું મનાય છે.
જગન્નાથ પુરીની ત્રણેય મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે, જૂની મૂર્તિઓના સ્થાને નવી મૂર્તિઓની સ્થાપાય છે.
આ મૂર્તિઓ જ્યારે બદલાય ત્યારે આખા શહેરની વીજળી ગુલ થઈ જાય છે, મંદિર આસપાસ અંધારૂ કરી દેવાય છે.
આ સમયે મંદિરના એ પૂજારી કે જે મૂર્તિઓ બદલે છે, એમના સિવાય કોઈને પ્રવેશ નથી અપાતો.
જ્યારે મૂર્તિ બદલવાની હોય ત્યારે પૂજારીની આંખ પર પટ્ટી અને હાથમાં મોજા પહેરવામાં આવે છે.
અહીં એક બ્રહ્મ પદાર્થ નામની વસ્તુ જૂની મૂર્તિમાંથી કાઢી નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે.
જો કે કોઈને ખયાલ નથી કે બ્રહ્મ પદાર્થ છે શું? માન્યતા છે કે જે કોઈ બ્રહ્મ પદાર્થને જોશે તેના ટૂકડે ટૂકડા થઈ જશે.
આ બ્રહ્મ પદાર્થ એટલે શ્રીકૃષ્ણનું હૃદય, તેને પકડનારા પૂજારીને પણ નથી ખબર કે તે શું છે.
હા, તેમનું કહેવું છે કે તે એક જીવિત પદાર્થ છે, જેને પકડવા પર તે ઉછળતો હોવાનો અનુભવ થાય છે.
બ્રહ્મ પદાર્થ કોઇ જીવિત પદાર્થ હોવાના કિસ્સા ઘણા છે, પણ તેની પાછળનું કારણ કોઈ નથી જાણી શક્યું.