નવરાત્રિમાં દેવી દુર્ગાનાં નવ સ્વરૂપની પૂજાની સાથે અમુક ભક્તો દસ મહાવિદ્યાને રીઝવવા સાધના કરે છે.

આ મહાવિદ્યાઓ દેવી સતીના ગુસ્સાથી પ્રગટ થઈ હતી. તેથી તેમની સાધનાઓ ખૂબ જ સાવધાની સાથે કરવી.

જો નાની ભૂલ પણ થાય તો સાધનાની ઊંધી અસર પણ થઈ શકે, ત્યારે આ દસ મહાવિદ્યા કઈ છે આવો જાણીએ.

કાલી - પ્રથમ સ્વરૂપ એટલે કાલી. રાક્ષસોને મારવા માતાએ આ રૂપ ધારણ કર્યું . સિદ્ધિ મેળવવા તેમની પૂજા થાય.

તારા - તે તાંત્રિકોનાં મુખ્ય દેવી છે. દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષ મળે છે.

ત્રિપુરાસુંદરી - ષોડશ કળાઓ ધરાવનાર, એટલે તેમને ષોડશી પણ કહેવાય. તેમને ચાર હાથ, ત્રણ આંખો છે.

ભુવનેશ્વરી - પુત્ર પ્રાપ્તિ માટે તેમની પૂજા ફળદાયી. તેઓ શતાક્ષી અને શાકંભરી નામથી પણ ઓળખાય છે.

છિન્નમસ્તા - કપાયેલું માથું, લોહીની ત્રણ ધારાઓ તેમનું સ્વરૂપ. સંતાન પ્રાપ્તિ, ગરીબી દૂર કરવા તેમની પૂજા થાય.

ત્રિપુરાભૈરવી - તેમની પૂજા કરવાથી વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થાય. વેપારમાં વૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય.

ધૂમાવતી - ઈચ્છા પૂરી કરનાર, તકલીફ દૂર કરનાર દેવી. તેમની સાધના નિર્જન સ્થાન કે સ્મશાનગૃહમાં કરાય.

બગલામુખી - તેમની સાધનાથી શત્રુના ભયથી મુક્તિ મળે. નવરાત્રિમાં જે તેમનું ધ્યાન ધરે તે દરેક ક્ષેત્રમાં સફળ થાય.

માતંગી - જે લોકો પારિવારિક જીવનને સુખી-સફળ બનાવવા માંગતા હોય તેમણે માતંગીની પૂજા કરવી જોઈએ.

કમલા - કમલાની પૂજા સમૃદ્ધિ, ધન, અને પુત્ર પ્રાપ્તિ માટે થાય. તેમની પૂજાથી વ્યક્તિ ધનવાન અને વિદ્વાન બને છે.

More Web Stories