આજે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આવેલા એવા મંદિરની વાત કરીએ, જેને ભૂતોનું મંદિર કહેવામાં આવે છે.
મુરૈના જિલ્લાના સિહોનિયાં કસ્બામાં આવેલું કકનમઠ શિવ મંદિર જમીનથી 115 ફૂટની ઉંચાઈએ આવેલું છે.
મંદિર હાલ ખંડેર બની ચૂક્યું છે, હાલમાં તેના કેટલાક તૂટેલા-ફૂટેલા અવશેષ જ જોઈ શકાય છે.
માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ એક રાતમાં જ ભૂતોએ સાથે મળીને કર્યું હતું.
મંદિર બનાવતા બનાવતા સવાર પડી ગઈ, એટલે મંદિરનું નિર્માણ ભૂતોએ અધૂરું છોડી દીધું.
એટલા માટે આ મંદિરને ભૂતોનું મંદિર કહેવાય છે, આજે પણ આ મંદિરની બનાવટ અધૂરી લાગે છે.
એક હજાર વર્ષ જૂના આ મંદિરમાં તૂટેલી અવસ્થામાં મૂર્તિઓ જોવા મળે છે.
કહેવાય છે કે આક્રમણકારીઓએ આ મૂર્તિ તોડી નાખી હતી, જેના કેટલાક અવશેષ ગ્વાલિયરના મ્યુઝિયમમાં પણ છે.
જો કે સારી બાબત એ છે કે આટલી ખંડેર અવસ્થામાં હોવા છતાં ઘણા લોકો અહીં ભગવાન શિવના દર્શને આવે છે.