જો તમારા વિરૂદ્ધ ષડયંત્રો રચાતા હોય અને તમે સાચા હોવ તો બજરંગબાણનું પઠન તમને બચાવે છે.

સાચી અને પવિત્ર નીતિથી સતત 21 દિવસ સુધી અનુષ્ઠાનપૂર્વક બજરંગ બાણનું પઠન કરવું જોઈએ.

બજરંગ બાણનો પ્રયોગ દરેક જણે દરેક જગ્યાએ ન કરવો જોઈએ, જ્યારે કોઈ સંકટ હોય ત્યારે જ કરવો જોઈએ.

વિધિવત રીતે પઠન કરો, શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ, બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરવું અનિવાર્ય છે.

બજરંગ બાણનું પઠન શનિવારે જ કરવામાં આવે છે, પણ તમે ઈચ્છો તો મંગળવારે પણ તેનું પઠન કરી શકો.

હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર સામે ઘાસથી બનેલા આસન પર બેસી પૂજા અર્ચના કર્યા પછી પઠન કરવું જોઈએ.

પઠન પહેલા સંકલ્પ કરો કે જ્યારે પણ કાર્ય પૂર્ણ થશે, હનુમાનજીના નિમિત્તે કંઈક કરતા રહેશો, પઠન બાદ શ્રીરામનું કિર્તન કરો.

પઠન પહેલાં પાંચ વાટનો ઘીનો દીવો સળગાવો, સાથે ગુગળ ધૂપ પણ જલાવો જેથી વાતાવરણ પવિત્ર બને.

હનુમાનજીને ચમેલીનું તેલ, ગોળ, ચણા, પાનની બીડું અર્પણ કરો, ચૂરમું, લાડુ અને ફળ પણ અર્પણ કરી શકાય.

બજરંગ બાણનું પઠન ખૂબ શક્તિશાળી છે, આનાથી શનિ, રાહુ-કેતુ અને મંગળ દોષથી પણ મુક્તિ મળે છે.

More Web Stories