આસામના ગુવાહાટીથી થોડે દૂર નીલાંચલ પહાડ પર માતા કામાખ્યાનું મંદિર આવેલું છે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે.

હવે આ 22 જૂનથી અહીં અંબુબાચી મેળો શરૂ થશે, જે પાંચ દિવસ સુધી ચાલશે, આ દિવસોમાં મંદિરના દ્વાર બંધ રહેશે.

આ પાછળ માન્યતા છે કે અહીં દેવી સતીનો યોનિભાગ હોવાથી વર્ષમાં એકવાર માતા રજસ્વલા થાય છે, ત્યારે દ્વાર બંધ રહે છે.

ત્રણ દિવસ મંદિર બંધ રહ્યા બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે. ત્યારે ભક્તોને પ્રસાદરૂપે ભીનું વસ્ત્ર આપવામાં આવે છે.

આ વસ્ત્ર દેવી રજસ્વલા થાય એ દરમિયાન પ્રતિમાની આસપાસ પાથરવામાં આવે છે.

ત્રણ દિવસ પછી જ્યારે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે આ વસ્ત્ર માતાના રક્તથી લાલ થઈ જાય છે.

આ મંદિરમાં દેવીની કોઇ જ મૂર્તિ નથી, અહીં દેવીના યોનિ ભાગની જ પૂજા કરવામાં આવે છે.

આ સિવાય દેવીના 51 શક્તિપીઠોમાંથી એક આ મંદિરમાં તંત્ર-મંત્રની ક્રિયાઓ ખૂબ જ વધારે કરવામાં આવે છે.

More Web Stories