નવરાત્રિમાં માતાજીના આ નવ સ્વરૂપની થાય છે પૂજા, દરેક અનેરું મહત્ત્વ.
પ્રથમ શૈલપુત્રી: માતા દુર્ગાનું આ પ્રથમ સ્વરૂપ સતી સ્વરૂપ છે, જે માતૃશક્તિ, ઈચ્છાશક્તિ અને ભૌતિક સુખ આપનાર છે...
દ્વિતીય બ્રહ્મચારિણી: બ્રહ્મચારિણીનો અર્થ તપસ્વિની થાય છે. આ સ્વરૂપ જ્ઞાન, તપસ્યા અને સદાચારનું પ્રતિક છે...
તૃતીય ચંદ્રઘંટા: મસ્તક પર ચંદ્ર આકારનો ઘંટ હોવાથી આ નામ પડ્યું છે. ચંદ્રઘંટા શત્રુનો નાશ, વિજય પ્રાપ્તિ અને સાહસ આપે છે...
ચતુર્થ કૂષ્માંડા: માતા કૂષ્માંડાએ બ્રહ્માંડની રચનાકરનાર મૂળ શક્તિ છે. આ દેવી સર્જનાત્મકતા, આશાવાદ અને સમૃદ્ધિ આપે છે...
પંચમ સ્કંદમાતા: કાર્તિકેયના માતા સ્કંદમાતા માતૃત્વ અને સ્નેહનું પ્રતીક છે. આ દેવી બાળકોને આશીર્વાદ અને માતૃસુખ આપે છે...
ષષ્ઠમ કાત્યાયની: મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને કાત્યાયની સ્વરૂપ પ્રગટ થયું હતું. તે વિજય અને શક્તિ પ્રદાન કરે છે અને દુશ્મનોનો નાશ કરે છે...
સપ્તમ કાલરાત્રિ: કાલરાત્રિ એ ઉગ્ર સ્વરૂપ ધરાવતી દેવી છે, જે અંધકારનો નાશ કરે છે. આ દેવી ભય અને નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતા પ્રદાન કરે છે...
અષ્ટમ મહાગૌરી: મહાગૌરીનો અર્થ થાય છે 'અત્યંત તેજસ્વી'. આ દેવી શાંતિ અને સૌમ્યતાનું પ્રતિક છે. મહાગૌરી સકારાત્મકતા, શુદ્ધતા, સુંદરતા, સૌભાગ્ય આપે છે...
નવમ સિદ્ધિદાત્રી: અંતિમ દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. જે દરેક પ્રકારની સફળતા, ધન, સમૃદ્ધિ અને કીર્તિ પ્રદાન કરે છે.