આપણે ત્યાં વર્ષોથી હોલિકા દહન વખતે કેટલીક વસ્તુઓ હોમવાની પ્રથા છે, ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુ હોમવાથી કયો ફાયદો થાય તેના પર નજર કરીએ.
લીલા ઘઉંની પૂળી - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીલા ઘઉંની પૂળી બાળીને ઘરમાં રાખવાથી વેપાર-ધંધામાં બઢતી મળે છે.
ચંદન - હોળીમાં ચંદનનાં લાકડાં હોમવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય તેવી માન્યતા છે.
શ્રીફળ - હોલિકા દહન વખતે સૂકું નારિયેળ અર્પણ કરવું જોઈએ, તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય તેવી માન્યતા છે.
છાણાં - ગાયના છાણમાંથી બનેલાં છાણાં બાળવાથી વાતાવરણ શુદ્ધ બને છે, આનાથી મનુષ્ય દેહને 32 રોગોથી મુક્તિ મળે તેવી વાયકા છે.
કપૂર - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કપૂર બાળવાથી ઘણા રોગો અને દુ:ખમાંથી મુક્તિ મળે છે.
શેરડી અને પતાસાં - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શેરડી અને પતાસાં હોમવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે.
ચોખા અને જવ - ચોખા અને જવ હોમવાથી ઘરમાં ધન-ધાન્યનો ભંડાર ભર્યો રહે છે, દરિદ્રતામાંથી મુક્તિ મળે છે.
લીમડાના પાન અને લવિંગ - લીમડાના પાન અને લવિંગ બાળવાથી હવામાં રહેલા હાનિકારક વિષાણુઓથી મુક્તિ મળે છે.