અમદાવાદમાં આ વર્ષે 07મી જુલાઈના રોજ 147મી રથયાત્રા યોજાશે, ત્યારે શહેરમાં રથયાત્રાનો ઈતિહાસ જાણીએ.

સાડા ચારસો વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી.

ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા, જેના બાદ અમદાવાદમાં રથયાત્રા શરૂ થઈ.

02 જુલાઈ 1878ના રોજ અમદાવાદમાં પહેલી રથયાત્રા નીકળી, મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી.

147 વર્ષ પહેલા નરસિંહદાસજીએ શરૂ કરાવેલી રથયાત્રા આજે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.

જો જગન્નાથ મંદિરની વાત કરીએ તો મંદિરની સ્થાપના મહંત સારંગદાસજીએ કરાવી હતી.

સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપવાનો આદેશ મળ્યો, તેઓ પુરીથી લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવ્યા.

આ મૂર્તિઓની ધામધૂમથી પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી અને અષાઢી બીજના દિવસે શહેરમાં પ્રથમ રથયાત્રા યોજાઇ.

More Web Stories