Get The App

એ...એ...બચી ગયો! પોલીસકર્મી બન્યો દેવદૂત, વાપીમાં ટ્રેન નીચે કચડાતાં રહી ગયો યુવક!

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
એ...એ...બચી ગયો! પોલીસકર્મી બન્યો દેવદૂત, વાપીમાં ટ્રેન નીચે કચડાતાં રહી ગયો યુવક! 1 - image


Railway Station Accident: વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક દોડીને ચાલું ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક તેનો પગ લપસ્યો અને તે નીચે પડી ગયો હતો. યુવક ઢસડાઈને પ્લેટફોર્મની નીચે પડી રહ્યો હતો, ત્યારે અચાનક એક પોલીસ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવે છે અને વ્યક્તિને ખેંચીને જીવ બચાવી લે છે.

દેવદૂત બનીને આવ્યો પોલીસ કોન્સ્ટેબલ

મળતી માહિતી મુજબ, આ વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર વડોદરા તરફ જતી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડવાની તૈયારી હતી. આ દરમિયાન એક અલ્પેશ ચૌહાણ નામની વ્યક્તિ ટ્રેન છૂટી ન જાય તે માટે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ, એકાએક તેનો પગ લપસી જાય છે અને નીચે પડી જાય છે. ત્યારે અચાનક પ્લેટફોર્મ પર હાજર GRP જવાન યોગેશ તુરંત દોડીને યુવકનો હાથ પકડી તેને ખેંચી લે છે અને ટ્રેનની નીચે કચડાવવાથી બચાવી લે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચોઃ 'ટનલ બને તો ગામડાના રોડ કેમ નહીં?' પ્રસુતાના મોત અંગે સરકાર પર ભડકી ગુજરાત હાઈકોર્ટ



મુસાફરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેનું નામ અલ્પેશ ચૌહાણ છે અને તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનો રહેવાસી છે. અંકલેશ્વરથી વાપી પોતાના કામ માટે આવ્યો હતો. જોકે, કોઈ કારણોસર તેને રેલવે સ્ટેશન પહોંચવાનું મોડું થતાં ટ્રેન ઉપડી રહી હતી, તેથી તે દોડીને ટ્રેન પકડવા ગયો. તે દરમિયાન અચાનક પગ લપસતાં આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહી: આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં આવશે પલટો, હળવા વરસાદની સંભાવના

GRP જવાને બચાવ્યો જીવ

નોંધનીય છે કે, રેલવે પર બનતા અકસ્માતોને લઈને રેલવે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્ટેશન પર GRP જવાનોને ટ્રેનના સમય દરમિયાન પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવે છે. ત્યારે ગુરૂવાર (3 ઓક્ટોબર) ના દિવસે વાપી રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા યોગેશ આ ટ્રેન નં.  22929 દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર બપોરનાં સુમારે આવી ઉભી રહી હતી. તે સમયે પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના બની હતી.


Google NewsGoogle News