ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ધોરણ 12 સુધી પોતાની જન્મ તારીખ અને નામ તથા અટક ને સુધારી શકશે
- ગુજરાત શિક્ષણ બોર્ડના જ એક સભ્ય આવો સુધારો થાય તે માટે છેલ્લા 16 વર્ષથી લડત ચલાવતા હતા
ગાંધીનગર, તા. 30 સપ્ટેમ્બર 2019, સોમવાર
ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર ના ગુજરાત શિક્ષણ બોર્ડ એક મોટો નિર્ણય કર્યો છે જે મુજબ હવેથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો કરાવી શકશે અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી આવું સુધારો માત્ર ધોરણ 10 સુધી જ કરી શકાતો હતો.
ગુજરાત શિક્ષણ બોર્ડમાં છેલ્લા 17 વર્ષથી બોર્ડના સભ્ય તરીકે ડોક્ટર પ્રિયવદન કોરાટ સેવા આપી રહ્યા છે. ભૂતકાળમાં તેઓએ વિદ્યાર્થીઓ તથા શિક્ષણના સુધારાને લઈને અનેક પ્રકારના જુદા જુદા સુચનો કર્યા હતા જેમાંથી કેટલાય સૂચનો અને ભલામણોનો અમલ સરકારે કરી દીધો છે.
ડોક્ટર કોરાટ છેલ્લા 15 વર્ષથી એવી રજૂઆતો કરતા હતા કે ધોરણ 10 સુધી જે વિદ્યાર્થીઓને તેના નામ તેની અટક અને તેની જન્મ તારીખમાં સુધારો કરવાની છૂટ છે પરંતુ તેમાં ફેરફાર કરવો જોઈએ અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને તેની અટક નામ તથા જન્મ તારીખમાં સુધારો કરવાની તક આપવી જોઈએ.
ડોક્ટર પ્રિયવદન કોરાટ જણાવે છે કે કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ વિધવા થતી હોય છે અને આવી મહિલાઓ ફરીથી લગ્ન પણ કરતી હોય છે આવા કિસ્સાઓ ફરીથી લગ્ન કરેલી મહિલાના બાળકો કે જેવો ધોરણ 11 અથવા તો ધોરણ 12માં અભ્યાસ કરે છે તેઓ પોતાની અટક નામ કે જન્મ તારીખમાં સુધારો કરી શકતા નહોતા. આવી સ્થિતિને કારણે આવા બાળકોને ભારે અન્યાય થતો હતો અને સામાજિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
સતત રજૂઆતોને પગલે તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ અવારનવાર આ નિયમોમાં સુધારો કરવાની માગણી કરતી હતી શિક્ષણ બોર્ડે આખરે તેને ગંભીરતાથી લીધી છે અને નિયમોમાં સુધારો કરી દીધો છે જેથી હવે પછી થી ધોરણ 10 સુધી જ નહીં પરંતુ ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોતાના નામ અટક અને જન્મ તારીખમાં સુધારો કરાવી શકશે.