બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાંકણોલ હિંમતનગરમાં સમૂહ લગ્નોત્સવ ઉજવાયો.
અમદાવાદ, શુક્રવાર
શુક્રવારે હિંમતનગર મંદીરે પૂજ્ય ઇશ્વરચરણદાસ સ્વામી તથા સદ્ગુરૂ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી તથા સંતો એ સવારે ૧૦-૩૦કલાકે લગ્ન સભામંડપ પાવન કરી આદીવાસી સંમેલન નો શુભારંભ કરવામાં આવ્યો .હિંમતનગર ના ધારાસભ્ય .ડી.ઝાલા તથા ખેબ્રહ્મા ના પૂર્વ ધારાસભ્ય અશ્વીનભાઇ કોટવાલ તથા એન.જી.પ્રોજેક્ટ ના પ્રમુખ ગોપાલસીંહ રાઠોડ સાહેબ તથા કેવલભાઇ જોષીયારા પ્રદેશ મંત્રી આદીજાતી મોરચો ભાજપ ગુજરાત પ્રદેશ ની હાજરીમાં ભવ્ય રીતે આદીવાસી સંમેલન યોજાયુ . તેમા વ્યસનમુક્તી તથા સમૂહ લગ્ન થી થતાફાયદા વિશે સંતો ધ્વારા આશીર્વચન આપવામાં આવ્યા .
આદીવાસી સમૂહલગ્નોત્સવ માં ૧૦૦ જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રોક્ત વિધી થી લગ્નગ્રંથી થી જોડાયા. જેમા દરેક યુગલ ને રૂપીયા ૧ લાખથી પણ વધુ ના દાગીના તથા વસ્તુ સ્વરૂપે કરીયાવર આપવામાં આવ્યો. આ પ્રસંગે મંદીર ખાતે ૨૦૦૦૦ થી વધુ સંખ્યા માં આદીવાસી સમાજ ના લોકો પણ આ પ્રસંગે સામેલ થયા. દરેકે મંદિર તરફથી કરેલ મહાપ્રસાદ ની વ્યવસ્થા નો લાભ લીધો.