વિજય હઝારે ટ્રોફી : ગુજરાતનો ૧૫૨ રનથી મણીપુર સામે આસાન વિજય
- પ્રિયાંક પંચાલની ૧૩૬ રનની કેપ્ટન્સ ઈનિંગ
- સૌરવ ચૌહાણના ૬૪, ભાર્ગવ મેરાઈના ૫૬ રન
નવી દિલ્હી, તા.૧૨
કેપ્ટન
પ્રિયાંક પંચાલની ૧૩૬ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેની ૧૩૬ રનની ઈનિંગની મદદથી
ગુજરાતે મણીપુરને ૧૫૨ રનથી હરાવીને વિજય હઝારે ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. પ્રિયાંકની સદીની સાથે
સૌરવ ચૌહાણે ૬૪ અને ભાર્ગવ મેરાઈે ૫૬ રન ફટકાર્યા હતા. ગુજરાતે
છ વિકેટે ૩૩૭ રન ખડક્યા હતા. જવાબમાં મણીપુર ૫૦ ઓવરમાં ૯ વિકેટે
૧૮૫ રન કરી શક્યું હતુ.
મણીપુરે
ટોસ જીતીને ગુજરાતને બેટિંગમાં ઉતાર્યું હતુ.
પ્રિયાંકની સદી અને સૌરવ-ભાર્ગવની અડધી સદી સાથે
ગુજરાત તરફથી કથન પટેલે ૨૬, ચિરાગ ગાંધીએ ૩૩* (૧૮ બોલ)
રન નોંધાવ્યા હતા. રેક્સ રાજકુમારે ૩ વિકેટ ઝડપી
હતી. મણીપુર તરફથી કેપ્ટન કૈશાન્ગબામે ૪૫ અને જોન્સન સિંઘે ૪૧
રન કર્યા હતા. સિદ્ધાર્થ દેસાઈએ ૨૦ રનમાં ૩ અને પિયુષ ચાવલાએ
બે વિકેટ મેળવી હતી.
હરવિક-સમર્થની અડધી સદી : સૌરાષ્ટ્ર
જીત્યું
સૌરાષ્ટ્રે
ચંદિગઢ સામે સાત વિકેટથી આસાન જીત હાંસલ કરી હતી. સૌરાષ્ટ્રના બોલરોના અસરકારક દેખાવને કારણે
૧૨૭/૬ પર ફસડાયા બાદ ચંદિગઢ ૧૦માં ક્રમના બેટ્સમેન જગજીતના ૧૭
બોલમાં ૪૭ની (૪ ચોગ્ગા,૪ છગ્ગા)ની મદદથી ૯ વિકેટે ૨૧૫ સુધીી પહોંચ્યું હતુ. પ્રેરક માંકડ-ચેેતન સાકરિયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જવાબમાં હરવિક દેસાઈ (૬૮) અને સમર્થ
વ્યાસ (૬૧)ની અડધી સદીની મદદથી સૌરાષ્ટ્રે
૪૪.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી.
બરોડાએ
૧૬૭ રનથી નાગાલેન્ડને હરાવ્યું
બરોડાએ
૧૬૭ રનથી નાગાલેન્ડને હરાવ્યું હતુ.
અતીત શેઠના ૮૭, વિષ્ણુ સોલંકીના ૩૯ અને જ્યોત્સનીલના
૩૬ની મદદથી બરોડાએ ૨૫૯ રન નોંધાવ્યા હતા. આકાશ સિંઘે ૩૮ રનમાં
પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં નાગાલેન્ડ ૩૦.૩ ઓવરમાં ૯૨માં ખખડયું હતુ. નીનાદ રાઠવાએ ૧૧ રનમાં ૩
વિકેટ મેળવી હતી. ભાર્ગવ ભટ્ટે ૬ અને લુકમાન મેરીવાલાએ ૧૦ રનમાં
તેમજ અભિમન્યુ રાજપુતે ૩૧ રનમાં ૨-૨ વિકેટ મેળવી હતી.