આફ્રિદી, રિંકુ અને હવે અભિષેક... ક્રિકેટમાં કામ કરી રહ્યો છે આ 'ટોટકો', અનેક વખતે ઈતિહાસ રચાયો!
Trick of Borrowing Bat in Cricket: તાજેતરમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટી20માં ડેબ્યૂ કરનાર અભિષેક શર્માએ ખુલાસો કર્યો હતો કે તેણે શુભમન ગિલના બેટથી બીજી ટી20માં પોતાની સદી પૂરી કરી હતી. પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું, પરંતુ આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું છે, જ્યારે ઉછીના બેટથી ઘણી ઐતિહાસિક ઈનિંગ્સ રમાઈ હતી.
શુભમન ગિલના બેટથી કરી બેટિંગ
અભિષેક શર્માએ 47 બોલમાં 100 રન બનાવ્યા જેમાં 7 ફોર અને 8 સિક્સ સામેલ હતી. જેના કારણે ભારતે પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. આ સાથે જ અભિષેકની સદી કરતા પણ તેના બેટની વધુ ચર્ચા થઈ હતી. જે તેમણે શુભમન ગિલ પાસેથી ઉધાર લીધુ હતુ. આ ટોટકો કામ કરી ગયો હતો
જો કે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા પણ આવું બન્યું છે કે જયારે કોઈ ખિલાડીએ બીજાનું બેટ લીધું હોય ત્યારે ઈતિહાસ રચી દીધો હોય છે, એવા કેટલાક કિસ્સા જોઈએ.
આફ્રિદીએ ઉધાર બેટ વડે 37 બોલમાં ઐતિહાસિક ઈનિંગ રમી હતી
4 ઓક્ટોબર 1996માં નૈરોબી જિમખાના, કેન્યાના મેદાનમાં આફ્રિદીની આ બીજી વનડે મેચ હતી, તેમણે 37 બોલમાં સદી ફટકારીને સનથ જયસૂર્યાનો સૌથી ઝડપી સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ 2021માં આફ્રિદીએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, 'મારી સેન્ચુરીની ઇનિંગ્સમાં જે બેટનો ઉપયોગ કર્યો તે સચિન તેંડુલકરનું હતું. જે બેટથી મે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તેને સચિને વકાર યૂનુસે રમવા માટે આપ્યું હતું અને વકરે મને આપ્યું. આથી હું વકાર યૂનુસનો આભારી છું.
રિંકુએ પણ આ ખેલાડીના બેટથી 5 સિકસર ફટકારી હતી
9 એપ્રિલ 2024ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. જેમાં KKRને જીતવા માટે 29 રનની જરૂર હતી. જેમાં યશ દયાલની ઓવરના પહેલા બોલ પર ઉમેશ યાદવે એક રન લઈને રિંકુ સિંહને સ્ટ્રાઈક આપી હતી. હવે KKRને જીતવા માટે પાંચ બોલમાં 28 રનની જરૂર હતી.
જેમાં રિંકુ સિંહે ઈતિહાસ રચી દીધો હતો. રિંકુએ છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ હતી કે રિંકુ સિંહે જે બેટથી આ 5 સિક્સ ફટકારી હતી તે બેટ KKRના કેપ્ટન (2023 સીઝનમાં કેપ્ટન) નીતિશ રાણાનું હતું.
તિલક વર્માએ પણ ઉધાર બેટ વડે ધમાલ મચાવી હતી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ ગયા વર્ષે 3 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી. આ ટીમ ઈન્ડિયાની 200મી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. આ મેચમાં જ સ્ટાર બેટ્સમેન તિલક વર્મા અને ફાસ્ટ બોલર મુકેશ કુમારે ડેબ્યૂ કર્યું હતું. તિલક વર્માની આર્થિક સ્થિતિ સારી ન હતી. તે બાળપણમાં ટેનિસ અને ક્રિકેટ રમતા હતા. પછી કોચ સલામ બયાશે તેની નોંધ લીધી અને તેણે એકેડેમીમાં તિલકને મફતમાં ક્રિકેટ શીખવ્યું અને ખેલાડીના પિતાને પણ ક્રિકેટ રમવા દેવા માટે સમજાવ્યા.
જો કે, તિલકના પિતાએ પાછળથી તેમના પુત્રને ટેકો આપ્યો અને એકેડેમી 40 કિલોમીટર દૂર હોવાથી, તેમને તિલકની એકેડમી પાસે નોકરી મેળવી લીધી હતી. જેથી ખેલાડી પરિવાર સાથે જ એકેડેમી પાસે રહી શકે. આ દિવસો દરમિયાન તિલક પાસે શરૂઆતમાં બેટ ખરીદવા માટે પણ પૈસા નહોતા. એક વર્ષ સુધી તે ક્રિકેટ શીખ્યો પછી અને ઉધારના બેટ વડે જ સદી પણ ફટકારી અને ત્યાર પછી ક્યારેય ખેલાડીએ પાછળ ફરીને નથી જોયું.
આ પણ વાંચો: ક્રિકેટ રસિયા માટે મોટો દિવસ, ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ફાઈનલ, દિગ્ગજો થશે સામ-સામે