અને દાદાએ કલેકટરના માથા પર હાથ મૂકી દીધોઃ 'તમે આભની ઉંચાઈએ જરૂર પહોંચશો!

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
અને દાદાએ કલેકટરના માથા પર હાથ મૂકી દીધોઃ 'તમે આભની ઉંચાઈએ જરૂર પહોંચશો! 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- એ મારા ગુરુજી છે...ને મારા હિત માટે મને માર્યો છે, જેથી હું મોટો માણસ બનું. મને મોટો માણસ બનાવનાર છે નેતરની સોટી!!

'સા હેબ પાસે જવું છે.. થોડીવાર બેસો હમણાં સાહેબ કામમાં છે.!

' કહી આવો ને કે દાદ દુરના ગામડેથી આવ્યા છે..દાદા એંસી વરસના છે.!દ

એમ અને પટાવાળો દાદા સામે જોઇ રહ્યો હતો એંસી વરસના પણ દાદા હજુ મજબુત છે દાદા છે એંસી વરસના,પણ અવાજ સ્પષ્ટ છે.ને પટાવાળાએ કહ્યું. 'કાગળની ચબરખી પર તમારું નામ અને ગામ લખી આપો.

દાદાએ આપેલી ચબરખી લઈને પટાવાળો ખેંગાર તો પહોંચ્યો અંદર ! કલેકટર મિ.શાહ ફાઈલોના કાગળ પર સહીઓ કરી રહ્યા હતા.  પટાવાળાને હાથમાં કાગળનો ટુકડો રાખીને ઊભેલો જોઈને કલેકટર સાહેબે એની સામે જોયું. ' કેમ ઊભો છે, ખેંગાર ? હાથમાં શાનો કાગળ  છે?

ખેંગાર કહ્યું : ' બહાર એક એંસી વરસના દાદા ઊભા છે. એ આપને મળવા માંગે છે. ?

'એમ?

' હા સાહેબ, આ કાગળની ચબરખી માં એમનું અને ગામનું નામ છે.

'લાવ

અને ખેંગારે કલેકટર શ્રી શાહ સાહેબના હાથમાં ગડી વાળેલા કાગળની ચબરખી સાહેબના હાથમાં મૂકી દીધી, અને સેલ્યુટ મારી બહાર નીકળી ગયો. સાહેબે કાગળની ચબરખી પર લખેલું નામ વાચ્યું : મનહર લાલ પટેલ ઉંમર - ૮૦ વર્ષ, ગામ : સુખપુરા ને આટલું વાંચતા તો કલેકટર મિ.શાહના ચહેરા પર અજબ પ્રકારનો આનંદ છવાઈ ગયો.

આખો ચહોરો હર્ષ હર્ષ છલકાવા લાગ્યો. સુખપુરા ગામ ! સુખપુરા તો ગજબનું ગામ છે ! આખા પંથકમાં સુખપુરા જેવું ગામ ન મળે ! એમાંય આ તો મનહરલાલ પટેલ, એય પાછા સુખપુરા ગામના.

વાહરે વાહ

આજ તો દાદાનાં દર્શન થશે. અને એમણે નજીકના ટેબલ પર બેઠેલો કલાર્ક મિ.દેસાઈને દોડાવ્યા 'જાવ,દેસાઈ બહાર મનહરલાલ પટેલ નામના દાદા બેઠા છે. મને મળવા માગે છે. માટે જાવ અને એમને સન્માન પૂર્વક મારી પાસે લઇ આવો.

સાહેબનો ઓર્ડર 

એને અવગણાય ?

ને મિ. દેસાઈ બહાર આવ્યા ને પૂછયું : મનહર લાલ પટેલ કોણ છે.

હું છું.

તો ચાલો, દાદા કલેકટર સાહેબ તમને અંદર બોલાવે છે. લાવો, હું તમારો હાથ પકડું. અને બેય જણા અંદર પ્રવેશ્યા : ખેંગાર તો આભો જ બની ગયો. તે પછી મનમાં દાદા હશે સાહેબના ઓળખીતા.એવું બબડીને પાછો સ્ટુલ પર બેસી ગયો.

દાદા તમે આવો,આવો ઉપર આવો મિ.દેસાઈ દાદાને ઉપર આવવા ટેકો કરો.

દાદા ઉપર આવ્યા હજુ તો ઉભા જ હતા. ત્યાં જ કલેકટરસાહેબ ચેર માંથી ઊભા થઈ ગયા.ને દાદાના પગમાં પડી ગયા.એમનો ચરણસ્પર્શ કર્યો ને બોલ્યા : ' દાદા...મને ઓળખ્યો. ?

ના, સાહેબ, હું તમને કયાંથી ઓળખું ? તમારા જેવા મોટા અધિકારીને ગામડાનો માણસ શી રીતે ઓળખે. તમે ઓળખાણ આપોને, સાહેબ. 

દાદા, મને સાહેબ ના કહો તો ઓળખાણ આપું.

ભલે,

દાદા, એક વાત કહું ? 

કહો,

દાદા, હું રિખવદાસ તલાટીનો દિકરો છું. ને દશકાઓ પહેલાં તેઓ સુખપુરામાં જ તલાટીની નોકરી કરતા હતા. તમે તો મારા ગુરુજી છો.

એ તો ખરું, પણ હવે તો તમે મોટા માણસ બની ગયા છો. દાદા બોલ્યા.

ને મને મોટા માણસ બનાવનાર શું ચીજ છે, જાણો છો.

ના

મને મોટો માણસ બનાવનાર છે નેતરની સોટી ?

સોટી ?

હા, દાદા, સોટી । ને એ કોના હાથમાં શોભતી હતી ખબર છે ?

ના

એ તમારા હાથમાં શોભતી હતી. મનહરલાલ માસ્તરના હાથમાં શોભતી હતી. । અને એક દિવસે.

શું ?

મારા બઘા જવાબો ખોટા પડતા હતા. તે દિવસે તમે આપેલું હોમવર્ક પણ કરી લાવ્યો ન હતો...ને તમે હાથમાં નેતરની સોટી પક્ડી લીધી. મને ઊભો કર્યો...  અને તડાતડ અને ધડાધડ તમે મારા શરીર પર સોટીઓ ઝીંકવા લાગ્યા. મારી પીઠ પર ચાંદા પડી ગયાં. હું ચીસા ચીસ કરવા લાગ્યો..ને સાહેબ રાત્રે મને તાવ પણ આવી ગયો. પિતાજીએ પૂછયું : કોણ તને ઢોરમાર માર્યો છે ?

ત્યારે મેં માત્ર એટલુ જ કહ્યું : એ મારા ગુરુજી છે...ને મારા હિત માટે મને માર્યો છે, જેથી હું મોટો માણસ બનું. 

પિતાજી કશું ન બોલ્યા : માત્ર ર્ડાકટરને બોલાવવા ચાલ્યા ગયા । બધું જ થયું. પણ મારામાં એ દિવસથી જબરું પરિવર્તન આવી ગયું. હું વાંચતો રહ્યો...દિલ લગાવીને અભ્યાસ કરતો રહ્યો... આગળ વઘ્યો. આઈ.એ.એસ થયો ને છેલ્લા વરસથી આ કે તે જિલ્લામાં કલેકટર તરીકે જનસેવા કરી રહ્યો છું. તમે જ મને મોટો બનાવ્યો છે. એક સાધારણ તલાટીના દિકરાને તમે જ કલેકટર બનાવ્યો છે.તમે અને તમારી સોટી એ । પણ દાદા, તમે આવ્યા છો શું કામ ?

કહું કહો

મારો દિકરો મામલદાર કચેરીમાં કલાર્ક છે. પણ એનું પ્રમોશન 

અટક્યું છે. 

ને એમણે દિકરાનું અને મામલદાર કચેરીનું નામ આપ્યું.

થઈ જશે.

ને દાદાના ચહેરા પર એંસી વર્ષીય આનંદ લીંપાઈ ગયો.।

દાદા, તમને મારી કાર તમારા ઘેર મૂકવા આવશે. તમારે બસમાં નથી જવાનું ।

ભલે

ને એમણે કલેકટકના માથા પર હાથ મુકી દીધો. તમે હજુ આભની ઊંચાઈએ પહોંચશો.

ને બહાર ગાડીનો ડ્રાઈવર હોર્ન પર હોર્ન વગાડી રહ્યો હતો.


Google NewsGoogle News