હજારો આંગણવાડી કર્મચારીઓને ગત માસનો પગાર હજુ ચુકવાયો નથી

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
હજારો આંગણવાડી કર્મચારીઓને ગત માસનો પગાર હજુ ચુકવાયો નથી 1 - image


- આગામી સોમવાર સુધીમાં પગાર થવાની આશા

- મંગળ દિન, કન્ટીજન્સી, ઇન્સેટીવ, રેશનના બીલ પણ બાકી હોવાની બહેનોની વ્યથા

ભાવનગર : ભાવનગર જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના ગત માસનો પગાર હજુ સુધી જમા નહીં થતા રોષની લાગણી ફેલાઇ છે. જો કે, આ અંગે કેન્દ્ર અને રાજ્ય પણ સિંચિત હોય આગામી સોમવાર સુધીમાં પગાર થવાની સંભાવના હોવાનું જણાયું છે. ત્યારે અન્ય બીલો બાબતે પણ કર્મચારીઓમાં કચવાટ ફેલાયેલ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાની તેમજ શહેરની આંગણવાડીમાં નોકરી કરતા હજારો બહેનોને ગત માસનો પગાર ચાલુ માસ પૂર્ણતાના આરે આવ્યો હોવા છતાં પગાર થયો નથી. આ પગાર ડીબીટીથી રાજ્ય સરકાર કરતી હોય છે પરંતુ કેન્દ્રમાંથી ગ્રાન્ટના પ્રશ્નને લઇ આ વખતે મોડુ થયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ અંગે વિવિધ યુનિયનો દ્વારા પણ રજૂઆતો કરાય છે. આ ઉપરાંત મંગળ દિવસના બીલો બાકી છે તો ઘણી જગ્યાએ કન્ટીજન્સીના બીલો પણ બાકી છે તો કેન્દ્રની ગ્રાન્ટના અભાવે મોબાઇલ ઇન્સેટીવ, રેશનના બીલો પણ બાકી છે. જો કે, આ તમામ બીલો પાસ કરવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી હોવાનું જણાયું છે. આમ એક તરફ પડતર પ્રશ્નો માટેની લડત શરૂ છે ત્યારે રૂટીન નાણાકીય પ્રશ્નો ઉઠવા પામ્યા છે. મળતી વિગતો મુજબ પગાર અંગે રાજ્યમાંથી સંભવતઃ શનિવારે જિલ્લામાં આવે સોમવાર સુધીમાં ડીબીટીથી ચુકવણા થઇ જશે તેવું જણાયું છે. જ્યારે અન્ય બીલોની ગ્રાન્ટ આવ્યેથી તે પણ ચુકવવા તંત્રએ કટીબધ્ધતા દર્શાવી છે.


Google NewsGoogle News