આંગણવાડી કર્મચારીઓની હડતાલ 40 દિવસે સમેટાઈ : કાર્યકરો કામે લાગ્યા

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
આંગણવાડી કર્મચારીઓની હડતાલ 40 દિવસે સમેટાઈ : કાર્યકરો કામે લાગ્યા 1 - image


- કમિશનર આઈ.સી.ડી.એસ. સાથે હકારાત્મક ચર્ચાના અંતે

- માનદ વેતનના પ્રશ્ને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાશે, આઈ.સી.ડી.એસ. સિવાની કામગીરી પર નિયંત્રણ મુકાશે

ભાવનગર : આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૪૦ દિવસથી હડતાળ પડાઈ હતી જ્યારે આઈસીડીએસ કમિશનર સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના હોદ્દેદારો સાથે યોજાયેલ બેઠકમાં હકારાત્મક ચર્ચા અને માનદવેતન અંગે કેન્દ્રમાં દરખાસ્ત કરવા સહિતના પ્રશ્નો અંગે હૈયાધારણા અપાતા આજથી આ હડતાલ સમેટાઈ હતી.

ગઈકાલે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ તેમજ અન્ય ચાર હોદ્દેદારોની હાજરીમાં કમિશનર આઈ.સી.ડી.એસ. સાથે લંબાણ પૂર્વક તમામ પ્રશ્ને ચર્ચા કરવામાં આવેલ જેમાં માનદ વેતનના પ્રશ્ને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવશે, આંગણવાડીનો સમય ૧૦ વાગ્યાથી રહેશે, આઈ.સી.ડી.એસ. સિવાયની કામગીરી ઉપર નિયંત્રણ મુકાશે, માત્ર આઠ પ્રકારનાં રજીસ્ટરોની કામગીરી કરવાની રહેશે, તમામ પ્રકારના બીલ નિયમીત ચુકવવા, ખાલી જગ્યાો સત્વરે ભરવા સહિતના સંઘના વિવિધ પ્રશ્ને હકારાત્મક પ્રતિભાવને ધ્યાને લઈ સરકારના વિકાસ લક્ષી કાર્યક્રમોને સમર્થન આપી ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવી રહેલ તમામ પ્રકારની હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને આજથી તમામ આંગણવાડી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે તેડાગર કાર્યકર બહેનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું.


Google NewsGoogle News