આંગણવાડી કર્મીના પડતર પ્રશ્નો અંગે 10 ઓક્ટો.થી આંદોલનની સંભાવના

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
આંગણવાડી કર્મીના પડતર પ્રશ્નો અંગે 10 ઓક્ટો.થી આંદોલનની સંભાવના 1 - image


- આપેલ બાહેધરી બાદ પણ નિરાકરણ નહીં આવતા

- સીટુ આંગણવાડી કર્મચારી સંગઠનનું ત્રીજુ રાજ્ય અધિવેશન યોજાયું : આગામી 3 વર્ષના હોદ્દેદારો નિમાયા

ભાવનગર : સીટુનું આંગણવાડી કર્મચારી સંગઠનનું ત્રીજુ અધિવેશન યોજાયું હતું જેમાં પડતર પ્રશ્નો અંગેની અપાયેલ બાહેધરીનો નિકાલ નહીં આવે તો આગામી ૧૦ ઓક્ટો.થી આંદોલન છેડવાનો નિર્ણય કરાયો છે.

સીટુ સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું ત્રીજુ રાજ્ય અધિવેશન જુનાગઢ ખાતે જિલ્લાના ૪૦૯ પ્રતિનિધિઓની હાજરીમાં મળી ગયું. આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ અરૂણ મહેતા, મહામંત્રી કૈલાસબેન રોહીત, ઉપરાંત ઉપપ્રમુખ તરીકે રંજનબેન સાંધાણી (મોરબી) સહિતનાની સર્વાનુમતે ચૂંટણી કરાઇ હતી તથા ૩૩ સભ્યોની કારોબારી તથા ૧૦૧ સભ્યોની રાજ્ય કાઉન્સીલની ચૂંટણી કરાઇ હતી. ચૂંટણી બાદ મળેલ બેઠકમાં, ૬ મહિનાના ન ચુકવાયેલ નાસ્તાના બીલો અન્ય બીલો, નવા સરકારી મોબાઇલ આપવા, વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન તાત્કાલીક આપવા, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ કરવા તથા બાળકોના પોષણ આહારના દરોમાં વધારો કરવા, એક વખત બદલીની તક આપવા સહિતની માંગણીઓ ઉકેલવા અને આપેલ વચન પુરા કરવા માંગણી કરાઇ હતી તથા દિવસ ૧૫માં માંગણીઓ ન ઉકેલાય તો વ્યાપક આંદોલન તા.૧૦ ઓક્ટોબરથી શરૂ કરવા નિર્ણય કરાયો છે.


Google NewsGoogle News