USના બોસ્ટનમાં જનારા ગુજરાતીઓને વિશ્વ ઉમિયાધામ એરપોર્ટ લેવાથી લઈ જોબ સુધીની મદદ કરશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમ અત્યાર સુધીમાં 1100થી વધારે ગુજરાતી બાળકોને મદદરૂપ થઈ
અમેરિકાના બોસ્ટનમાં 500 પાટીદાર પરિવારોની મિંટિંગ યોજાઈ
અમદાવાદઃજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ સાચા અર્થમાં સાર્થક થઈ છે. તમારુ બાળક કે પછી પરિવારના અમેરિકા કે પછી કેનેડાની ધરતી પર જાય અને એરપોર્ટ પર જ જો કોઈ પરિવાર આપને કેમ છો? બોલીને કહે આપે તો મારા ઘરે આવવાનું છે. તો કેવી લાગણી અનુભવાય. એવું જ એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે.
રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થશે
સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દિકરા-દિકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરૂપ બની સેટ કર્યા છે.કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થશે. આ અંગે વાત કરતા અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજયભાઈ પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.
બોસ્ટનમાં ઉમાસ્વાદમ અને ઉમાપ્રસાદ સેવા શરૂ થશે
મહત્વનું છે કે વિશ્વઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગત્ત શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મિંટીંગ યોજાઈ હતી જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરૂઆપત કરાઈ છે. જગત જનની મા ઉમિયાનો પ્રસાદ બોસ્ટનમાં ઘર ઘર સુધી પહોંચશે.