વક્ફ બિલમાં સુધારા સાથે જ ઘણું બધું બદલાઈ જશે, સંસદમાં તેના પર જ થયું ઘમસાણ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
waqf Bill Amendments

Image: IANS


Waqf Bill Amendments: સંસદમાં આજે સંસદીય કાર્ય અને લઘુમતી મામલા મંત્રી કિરેન રિજિજૂએ સંશોધિત વક્ફ બિલ રજૂ કર્યું છે. જેના પર કોંગ્રેસ અને સપાના સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે. આવો જાણીએ આ બિલ સંબંધિત ખાસ વાતો. સરકાર કેમ વક્ફ બિલમાં સુધારા કરવા માંગે છે. આ બિલ મારફત મુસ્લિમ વક્ફ કાયદો 1923 સમાપ્ત થઈ જશે. બીજા બિલ મારફત વક્ફ કાયદો 1995માં મહત્ત્વપૂર્ણ સુધારા થશે.

વક્ફ કાયદાને નવું નામ

અત્યાર સુધી વક્ફ કાયદો, 1995 નામ હતો. સુધારા બાદ તેને નવું નામ આપવામાં આવ્યું છે. તેને હવે એકીકૃત વક્ફ વ્યવસ્થાપન, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વિકાસ અધિનિયમ, 1995 નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 'વક્ફ (સુધારા) બિલ 2024' પર લોકસભામાં જોરદાર ચર્ચા, સત્તા પક્ષ-વિપક્ષના આક્રમક પ્રહાર

વક્ફ કાયદો 1995ની કલમ 40 દૂર કરાઈ

સંશોધિત બિલમાં જે વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરી રહ્યો હોય તે પોતાની ચલ-અચલ સંપત્તિને વક્ફમાં દાન કરી શકશે. વક્ફ-અલલ-ઔલાદ મહિલાઓને વારસાગત અધિકારોથી ઇન્કાર કરી શકતો નથી. વક્ફ કાયદો 1995ની કલમ 40ને દૂર કરવામાં આવી રહી છે. આ કાયદા હેઠળ વક્ફ બૉર્ડને કોઈપણ સંપત્તિને વક્ફ સંપત્તિ જાહેર કરવાનો અધિકાર હતો. પરંતુ હવે સંપત્તિના અધિકારો પર કાતર મૂકવામાં આવી છે.

વક્ફ અધિનિયમની કલમ 40 પર સૌથી વધુ વિવાદ છે. કલમ 40ની જોગવાઈ છે કે, જો વક્ફ બૉર્ડ કોઈપણ સંપત્તિને વક્ફની સંપત્તિ સમજે છે, તો તેણે નોટિસ પાઠવી તપાસ હાથ ધર્યા બાદ તેનો નિર્ણય લેવામાં આવશે. તે શિયા વક્ફ છે કે સુન્ની તે પણ નક્કી કરી શકે છે. વક્ફ બૉર્ડના નિર્ણય વિરુદ્ધ માત્ર ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. સંશોધિત બિલમાં કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર જ સર્વે કમિશ્નર રહેશે.

  વક્ફ બિલમાં સુધારા સાથે જ ઘણું બધું બદલાઈ જશે, સંસદમાં તેના પર જ થયું ઘમસાણ 2 - image


Google NewsGoogle News