Get The App

ગુજરાતના આ સ્વાતંત્ર સેનાનીએ લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થાપેલું, ક્રાંતિકારીઓ માટે બન્યું હતું આશરો

મદનલાલ ઢીંગરા અને વીર સાવરકરને મદદ અને માર્ગદર્શન આપેલું

મદનલાલઢીંગરાને ફાંસી થયા પછી તેમની યાદમાં શિષ્યવૃતિ પણ શરુ કરી હતી.

Updated: Aug 14th, 2023


Google NewsGoogle News


ગુજરાતના આ સ્વાતંત્ર સેનાનીએ લંડનમાં ઇન્ડિયા  હાઉસ સ્થાપેલું, ક્રાંતિકારીઓ માટે બન્યું હતું આશરો 1 - image

અમદાવાદ,૧૪ ઓગસ્ટ,2023,સોમવાર 

ગાંધીજી,સરદાર પટેલ ઉપરાંત ગુજરાતના શ્યામજી કૃષ્ણ વર્મા પણ આઝાદીની લડતમાં ઝંપલાવનાર મોટા ગજાના લડવૈયા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશમાં રહેતા અનેક ક્રાંતિકારી ભારતીયો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા હતા. ખાસ તો તેમણે લંડનમાં ૧૯૦૯માં  ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી આ ઇન્ડિયા હાઉસ ભારતથી અભ્યાસ માટે લંડન આવતા વિધાર્થીઓના રહેવા તથા વિચાર વિમર્શનું કેન્દ્ર બન્યું હતું.

શ્યામજી કૃષ્ણ વર્મા સંસ્કૃત ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતા હોવાથી ઓકસફર્ડમાં સહાયક પ્રોફેસર તરીકે પણ જોડાયા હતા. ૪ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ માંડવી ખાતે જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્મા નાનપણથી જ બાલ ગંગાધર તિલક અને સ્વામી દયાનંદ સરસ્વતીથી પ્રભાવિત હતા. તેઓએ ૧૯૧૮માં જર્મની અને ઇગ્લેન્ડમાં યોજાયેલા બે એજયુકેશન સંમેલનોમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો.

ગુજરાતના આ સ્વાતંત્ર સેનાનીએ લંડનમાં ઇન્ડિયા  હાઉસ સ્થાપેલું, ક્રાંતિકારીઓ માટે બન્યું હતું આશરો 2 - image

તેઓ જીનિવા અને ઇગ્લેન્ડમાં ધ ઇન્ડીયન સોશિયોલોજીસ્ટ નામનું માસિકપત્ર બહાર પાડતા હતા.તેમણે મદનલાલ ઢીંગરા તથા વીર સાવરકર જેવા અનેક ક્રાંતિકારીઓને મદદ અને માર્ગદર્શન આપ્યું હતું. ઢીંગરાને ફાંસી થયા પછી તેમની યાદમાં શિષ્યવૃતિ પણ શરુ કરી હતી. ૩૧ માર્ચ ૧૯૩૦ના રોજ શ્યામજી કૃષ્ણ વર્માનું જીનિવામાં અવસાન થયું હતું. તેમની જીનિવામાં જ અંતિમવિધી કરીને તેમના અસ્થિ જીનિવાના સેન્ટ જર્યોજ સિમેટ્રીમાં વર્ષો સુધી સાચવવામાં આવ્યા હતા. ૨૦૧૦માં તેમના અસ્થિ કળશને ભારત લાવીને તેમના માદરે વતન માંડવી ખાતે એક મેમોરિયલ તૈયાર કરવામાં આવ્યું છે.



Google NewsGoogle News