ઈચ્છામૃત્યુ પર સરકારની નવી ગાઈડલાઇન: ગંભીર બીમારીથી પીડિત દર્દીઓથી લાઈફ સપોર્ટ હટાવવાની શરતો બદલાઈ
Terminally Ill Patients Life Support Withdraw: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન રજૂ કરી છે, જેમાં હોસ્પિટલ દ્વારા રચવામાં આવેલા પ્રાથમિક અને માધ્યમિક બંને મેડિકલ બોર્ડ તેમજ દર્દીના પરિવાર અને સરોગેટ મંજૂરી આપે છે, તો ગંભીર રૂપે જીવન રક્ષક પ્રણાલી (લાઇફ સપોર્ટ સિસ્ટમ) પાછી લઈ શકાય છે. તેને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અથવા ગંભીર રૂપે બીમાર દર્દીઓનો લાઇફ સપોર્ટ હટાવવા બાબતે મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.
મંત્રાલયે રજૂ કરી ગાઇડલાઈન
સાર્વજનિક ટિપ્પણી માટે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ દિશા-નિર્દેશોમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આઈસીયુમાં દાખલ ઘણાં ગંભીરરૂપે બીમાર છે અને તેમના જીવન રક્ષક સારવાર (એલએસટી)થી લાભ મળવાની આશા નથી. એવામાં મેકેનિકલ વેન્ટિલેશન, સર્જિકલ પ્રક્રિયા, પેરેન્ટલ ન્યૂટ્રિશન અને એક્સ્ટ્રાકૉર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિડન (ઈસીએમઓ) સામેલ છે. જોકે, આ ગાઈડલાઈન આટલા સુધી સિમિત નથી.
લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવવા પાછળની દલિલ
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, 'આવી પરિસ્થિતિમાં, એસલએસટી બિનલાભકારી હોય છે અને દર્દીઓને અનાવશ્યરક બોજ અને પીડા વધારે છે તેથી, તેને ખૂબ જ અયોગ્ય માનવામાં આવે છે. આ સિવાય, પરિવારમાં ભાવનાત્મક તણાવ અને આર્થિક મુશ્કેલીની સાથે વ્યાવસાયિક તબીબી સંભાળ રાખનાર માટે નૈતિક સંકટ વધે છે. આવા દર્દીઓમાં એલએસટી પાછું ખેંચી લેવું એ દુનિયાભરમાં ICU સંભાળનું માનક માનવામાં આવે છથે અને ઘણી કોર્ટ દ્વારા તેનું સમર્થન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ચૂંટણી બોન્ડ સ્કીમ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR, જાણો શું છે સમગ્ર વિવાદ
શું છે ટર્મિનલ ઇલનેસ?
ટર્મિનલ ઇલનેસ એક અપરિવર્તનીય અથવા સારવાર ન થઈ શકે તેવી સ્થિતિને કહેવામાં આવે છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં મૃત્યુ અનિવાર્ય છે. માથાની ગંભીર ઈજા, દર્દનાક અને જીવલેણ ઈજા જે 72 કલાક અથવા તેનાથી વધારે સમય પછી પણ ઠીક નથી થતી, તેને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની ડ્રાફ્ટ ગાઈડલાઈન અનુસાર, જો કોઈ દર્દી બ્રેઇન ડેડ અથવા રોગની સારવાર દરમિયાન ખબર પડે છે કે, તેને એગ્રેસિવ મેડિકલ ટ્રીટમેન્ટથી લાભ થવાની સંભાવના નથી અથવા જો દર્દી/સરોગેટે રોગનું નિદાન કર્યાં બાદ, લાઇફ સપોર્ટ રાખવાથી લેખિત ઈનકાર કરી દીધો છે, તો તેને પાછો લઈ શકાય છે.
કોણ હોય છે સરોગેટ?
સરોગેટ સ્વાસ્થ્ય સેવા આપનાર સિવાય એક વ્યક્તિ હોય છે જેને દર્દીના સર્વોત્તમ હિતના પ્રતિનિધિના રૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. તે ત્યારે દર્દીની તરફથી નિર્ણય લઈ શકે છે, જ્યારે દર્દી ખુદ નિર્ણય લેવાની ક્ષમતા ખોઈ દે છે. જો દર્દીને એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ અથવા માન્ય એડવાન્સ્ડ મેડિકલ ડાયરેક્ટિવ (AMD) બનાવે છે, તો સરોગેટ નિર્દેશમાં નામિત વ્યક્તિ હશે. જો કોઈ માન્ય AMD નથી, તો સરોગેટ દર્દીનું નજીકનું સંબંધી (પરિવાર) અથવા મિત્ર અથવા માતા-પિતા હશે.
પ્રાઇમરી અને સેકન્ડરી મેડિકલ બોર્ડ માટેના નિયમો
સરકારી દિશા-નિર્દેશ અનુસાર, પ્રાઇમરી મેડિકલ બોર્ડ (પીએનબી) જેવા જીવન રક્ષક પ્રણાલીના બિનજરૂરી થવાનું આકલન કરે છે, તેમાં પ્રાઇમરી ડૉક્ચર અને ઓછામાં ઓછું પાંચ વર્ષના અનુભવવાળા ઓછામાં ઓછા બે સબજેક્ટ એક્સપર્ટ સામેલ હોવા જોઈએ. ત્યારબાદ, નિર્ણયને સેકન્ડરી મેડિકલ બોર્ડ (એસએમબી) દ્વારા આગળ ચકાસેલું હોવું જોઈએ, જેમાં સીએમઓ દ્વારા માન્ય એક રેગ્યુલર મેડિકલ પ્રેક્ટિશનર (આરએમપી) અને ઓછામાં ઓછા બે સબજેક્ટ એક્સપર્ટ સામેલ હોવા જોઈએ. પીએમબીનું કોઈ સભ્ય એસએબીનો ભાગ ન બની શકે.
20 ઓક્ટોબર સુધી મોકલી શકાશે ટિપ્પણી
આ સિવાય, સરકારી દિશા-નિર્દેશોમાં સલાહ આપવામાં આવી છે કે, હોસ્પિટલ ઓડિટ, નીરિક્ષણ અને સંઘર્ષની સ્થિતિમાં સમાધાન માટે મલ્ટી-પ્રોફેશનલ સભ્યોની એક ક્લિનિકલ એથિક્સ કમિટિનું નિર્માણ કરવામાં આવે. દિશા-નિર્દેશોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં સામેલ ડૉક્ટરોમાંથી એક ડૉ. આર કે મણિએ જણાવ્યું કે, ટિપ્પણી જમા કરવવા માટેની અંતિમ તારીખ 20 ઓક્ટોબર છે. તેઓએ કહ્યુ, 'ઉઠાવવામાં આવેલા કોઈપણ મુદ્દાને સ્વાસ્થ્ય મંત્રાલયની તરપથી નિષ્ણાંત સમૂહ દ્વારા તેના પર પગલા લેવામાં આવશે.'
નજીકના ભવિષ્યમાં સમીક્ષા કરાશે
એક્સપર્ટ ડૉક્ટરોની ચીમ દ્વારા રજૂ કરાયેલા નિવેદન મુજબ, 'સુપ્રીમ કોર્ટે પોતાના વિવેકથી વ્યક્તિની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, પરંતુ દુર્ભાગ્યથી તેણે પ્રક્રિયાને ખૂબ જ જટિલ અને કઠિન બનાવી દીધી છે તેમજ તેને લાગુ કરવાનું પણ મુશ્કેલ બનાવી દીધું છે. પરંતુ, આ નિશ્ચિત રૂપે એક પગલું આગળ છે અને આશા છે કે, આ પ્રક્રિયા સાથે અમુક અનુભવ બાદ નજીકના ભવિષ્યમાં તેની સમીક્ષા કરવામાં આવશે, જેથી તેને વધારે સહજ અને ઓછું જટિલ બનાવી શકાય. આ સાથે જ દર્દીની સ્વાયત્તતા અને સુરક્ષા તેમજ પરિવારની ઈચ્છાને પણ ધ્યાનમાં રાખી શકાય.'