હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત સહિત આ રાજ્યો થશે પાણી-પાણી! મુંબઈમાં રેડ એલર્ટ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત સહિત આ રાજ્યો થશે પાણી-પાણી! મુંબઈમાં રેડ એલર્ટ 1 - image


Rain Alert:  છેલ્લા 24 કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા, સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આજે મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. IMDએ મંગળવાર, 16 જુલાઈ સુધી મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDના રિપોર્ટ પ્રમાણે 16 જુલાઈ સુધી કોંકણ અને ગોવામાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈના રોજ મુંબઈ ઉપરાંત તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ પડશે. મુંબઈ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રએ મુંબઈ ઉપનગરીય, થાણે, પાલઘર, રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરતા મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા, સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રવિવારે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં મુંબઈમાં 92 મિમી વરસાદ નોંધાયો હતો.

આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કેરળ અને માહે, લક્ષદ્વીપ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને તટીયઆંધ્રપ્રદેશમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

તેલંગાણા, રાયલસીમામાં છૂટાછવાયો, હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

કોંકણ, ગોવા, કેરળ, માહે, કોસ્ટલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે.

તેલંગાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 18 જુલાઈ સુધી છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે. મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં વરસાદ પડશે?

15 જુલાઈના રોજ મુંબઈ ઉપરાંત વિદર્ભ, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજથી આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને ગંગીય પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ અને બિહાર, ઝારખંડમાં હળવા વરસાદની શક્યતા છે.

15, 17 અને 18 જુલાઈના રોજ ઓડિશામાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 17 જુલાઈ સુધી અરુણાચલ પ્રદેશ, 15 જુલાઈ સુધી આસામ અને મેઘાલયમાં, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ પડશે. જ્યારે 16 જુલાઈ સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ પડશે.

આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગાજવીજ સાથે છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.


Google NewsGoogle News