અમદાવાદની પંક્તિ પાંડે, જયા કિશોરી, મૈથિલી ઠાકુર, અમન ગુપ્તાને ક્રિએટર્સ એવોર્ડ
- 20 કેટેગરીમાં 23 ઈન્ફ્લુએન્સર્સને પુરસ્કાર
- આ એવોર્ડ નવા યુગને ઊર્જાથી ભરી રહ્યો છે, ભવિષ્યમાં તે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મોટી પ્રેરણા બનશે : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના અનેક યુવાન ઈન્ફ્લુએન્સર્સને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મહાશિવરાત્રીના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ મૈથીલી ઠાકુર, જયા કિશોરી, આરજે રૌનક, અમન ગુપ્તા સહિત અનેક યુવાનોને એવોર્ડ એનાયત કર્યા હતા. યુવાનોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડનું સન્માન આપતા પીએમ મોદીએ કહ્યું કે, સમય બદલાય છે, નવા યુગની શરૂઆત થાય છે તો તેની સાથે તાલ મીલાવીને ચાલવું એ દેશની જવાબદારી છે.
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે,ઈશ્વરની કૃપા છે કે હું સમય પહેલાં સમયને ઓળખી જાઉં છું. આજે આ એવોર્ડની શરૂઆત કરાઈ છે અને આ પહેલો એવો એવોર્ડ હશે જે કદાચ આગામી દિવસોમાં ખૂબ જ લોકપ્રિય બનશે. આ એવોર્ડ નવા યુગને ઊર્જાથી ભરી રહ્યો છે. રચનાત્મક્તાનું સન્માન કરવું અને સમાજના દૈનિક જીવન પ્રત્યે જે સંવેદનશીલતા છે તેનું સન્માન કરવાની આ તક છે. ભવિષ્યમાં આ એવોર્ડ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મોટી પ્રેરણા બનશે. આજે જે લોકોને આ એવોર્ડ મળ્યો છે તેમને હું અભિનંદન આપું છું. આપણે બધા સાથે મળીને ક્રિએટ ઓન ઈન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરીએ. આપણે ભારત સાથે સંકળાયેલી વાર્તાઓ, ભારતની સંસ્કૃતિ, વારસો અને પરંપરાઓ આખી દુનિયા સાથે શૅર કરીએ. દૂુનિયા ભારતને જાણવા માગે છે.
તેમણે ઉમેર્યું કે, માનસિક સ્વાસ્થ્ય પર અનેક ક્રિએટર્સ ઘણું સારું કામ કરી રહ્યા છે. આ મુદ્દા પર વધુ કામ કરવાની જરૂર છે. કન્ટેન્ટ ક્રિએટર્સને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે દેશના દરેક કન્ટેન્ટ ક્રિએટરને આ શ્રેય જાય છે. તમારી હિંમતના કારણે જ આજે તમે અહીં સુધી પહોંચી શક્યા છો. તમારા કન્ટેન્ટથી દેશમાં જબરજસ્ત ઈમ્પેક્ટ ક્રિએટ થઈ છે. દેશ ખૂબ જ આશાભરી નજરે તમને જોઈ રહ્યો છે. પશ્ચિમી દેશોને લાગે છે કે ભારતમાં મહિલાઓ કામ નથી કરતી. જ્યારે હકીકત એ છે કે ગામોમાં પણ માતાઓ-બહેનો એટલી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે કે આ ખોટી માન્યતાને બદલી શકાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પીએમ મોદીએ કહ્યું કે, આજના એવોર્ડમાં પણ મહિલાઓએ મેદાન માર્યું છે.
ભારતમાં પહેલી વખત નેશનલ ક્રિએટર્સ એવોર્ડ અપાય છે. ૧.૫૦ લાખ ઉમેદવારોમાંથી ૨૦ કેટેગરીમાં ૨૩ ઈન્ફ્લુએન્સર્સને આ એવોર્ડ અપાયા હતા. એવોર્ડ વિજેતાઓમાં ઈસરોની પૂર્વ વૈજ્ઞાાનિક અને અમદાવાદની પંક્તિ પાંડે, કથાકાર જયા કિશોરી, સ્વચ્છતા અભિયાન સમયે પીએમ મોદી સાથે જોવા મળેલા અંકિત બૈયનપુરિયા, શાર્ક ટેન્કથી ઓળખાતા બોટ કંપનીના માલિક અમન ગુપ્તા, ભારતીય ભક્તિ ગીતો માટે પ્રખ્યાત જર્મનીની કસાન્દ્રા માએ સ્પીટમેનનો સમાવેશ થાય છે.
એવોર્ડ વિજેતાની યાદી
નામ |
એવોર્ડ |
પંક્તિ પાંડે |
ગ્રીન ચેમ્પિયન એવોર્ડ |
કીર્તિકા ગોવિંદસ્વામી |
બેસ્ટ
સ્ટોરીટેલર |
મૈથિલી ઠાકુર |
કલ્ચરલ એમ્બેસેડર |
જયા કિશોરી |
બેસ્ટ
ક્રિએટીવ ફોર સોશિયલ ચેન્જ |
અમન ગુપ્તા |
સેલિબ્રિટી ઓફ ધ યર |
ગૌરવ ચૌધરી |
ટેક ક્રિએટર
એવોર્ડ |
કામિયા જાની |
બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર |
રણવીર અલ્હાબાદિઆ |
ડિસરપ્ટર એવોર્ડ |
લક્ષ્ય દબાસ |
મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર |
કિરિ પૌલ (તાન્ઝાનિયા) |
ઈન્ટરનેશનલ
ક્રિએટર એવોર્ડ |
ડ્રુ હિક્સ (અમેરિકા) |
ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ |
કસાન્દ્રા માએ (જર્મની) |
ઈન્ટરનેશનલ
ક્રિએટર એવોર્ડ |
અભિ અને નિયુ |
ન્યૂ ચેમ્પિયન એવોર્ડ |
જ્હાન્વી સિંહ |
હેરિટેજ ફેશન
આઈકોન |
શ્રદ્ધા જૈન |
બેસ્ટ ક્રિએટિવ ક્રિએટર (મહિલા) |
આરજે રૌનક |
બેસ્ટ
ક્રિએટિવ ક્રિએટર (પુરુષ) |
કવિતા સિંહ |
બેસ્ટ ક્રિએટર ઈન ફૂડ |
નમન દેશમુખ |
બેસ્ટ ક્રિએટર
ઈન એજ્યુકેશન |
અંકિત બૈયનપુરિયા |
બેસ્ટ હેલ્થએન્ડ ફિટનેસ ક્રિએટર |
યુટયુબર નિશ્ચય |
ગેમિંગ
ક્રિએટર |
અરિદમન |
બેસ્ટ માઈક્રો ક્રિએટર |
પિયુષ પુરોહિત |
બેસ્ટ નેનો
ક્રિએટર |
મલ્હાર કાંબલે |
સ્વચ્છતા એમ્બેસેડર |