મોદી 3.0માં 70 જેટલા સાંસદોને મંત્રી બનાવવાની સંભાવના, ગુજરાતનું કદ ઘટશે?

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
મોદી 3.0માં 70 જેટલા સાંસદોને મંત્રી બનાવવાની સંભાવના, ગુજરાતનું કદ ઘટશે? 1 - image

Modi 3.0 New Cabinet : આવતીકાલે સાંજે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી (Narendra Modi)નો શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. તેમની સાથે મંત્રીમંડળના અન્ય સભ્યો પણ શપથ લેશે. મળતા અહેવાલો મુજબ નવી સરકારમાં 65થી 70 સાંસદોને મંત્રી પદથી નવાજમાં આવી શકે છે. નવી કેબિનેટમાં 25થી વધુ સાંસદોને પણ મંત્રી પદ મળવાની સંભાવના છે. આ ઉપરાંત નવી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે 40થી 45 સાંસદોનો પણ સમાવેશ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે અમિત શાહ, મનસુખ માંડવીયા, જે.પી.નડ્ડા અને એસ.જયશંકરનો સમાવેશ કરાશે.

નવી કેબિનેટમાં ગુજરાતનું કદ ઘટશે?

ગુજરાતની વાત કરીએ તો નરેન્દ્ર મોદીની ટીમમાં ગુજરાત (Gujarat)માંથી કોણ? તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, ત્યારે નવી સરકારમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, નીતીશ કુમારની જેડીયુ તેમજ એકનાથ શિંદેની શિવસેનાના સાંસદોની માંગને કારણે ગુજરાતમાં કદ ઘટી શકે છે. બીજીતરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, મોદી સરકાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મંત્રીમંડળમાં લઈ જઈ શકે છે. વર્ષ 2019માં ગુજરાતમાંથી સાત સાંસદોને મોદી 2.0માં સ્થાન મળ્યું હતું, જોકે આ વખતે મોદી 3.0માં ગુજરાતના ચારથી પાંચ સાંસદોન સમાવેશ થવાની સંભાવના છે. એટલે કે, ગુજરાતમાં ત્રણથી ચાર સાંસદોનું પત્તું કપાઈ શકે છે.

આવતીકાલે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીનો શરથગ્રહણ સમારોહ

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, જેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. આ માટે સાત પાડોશી દેશોના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ સહિત સાત હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓ નવમી જૂને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં પાડોશી ફર્સ્ટ નીતિના ભાગ રૂપે સાત રાષ્ટ્રના પ્રમુખને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.'

આ નેતાઓને મોકલાયા આમંત્રણ 

બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફિફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પા કમલ દહલ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેનો સમાવેશ થાય છે. શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત આ નેતાઓ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે.

મોદી સરકાર-3માં ગુજરાત - રાજસ્થાનને મળશે ઠેંગો, ચૂંટણી હારીને પણ સ્મૃતિ, બાલિયાન બનશે મંત્રી

 PM મોદીના શપથગ્રહણમાં 'નેબર ફર્સ્ટ'ની નીતિ, 7 રાષ્ટ્રના પ્રમુખને મોકલાયા આમંત્રણ, જુઓ યાદી

 જેડીયુ, એલજેપી(આર)... મોદી કેબિનેટમાં બિહારથી કયા પક્ષના કેટલા મંત્રી?, આખરે બની ગઈ ફોર્મ્યુલા

 પાકિસ્તાને મોદીને અભિનંદન કેમ ન આપ્યાં?, મીડિયાના પ્રશ્ન બાદ પાક. વિદેશમંત્રાલયે કહ્યું, ‘હજુ તો ભારતમાં ...’




Google NewsGoogle News