પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીમાં જીતનો શ્રેય આ 2 લોકોને આપ્યો, કાર્યકરોને લઇ કહી આ વાત
ભારતીય જનતા પાર્ટીની આજે સંસદીય દળની બેઠક યોજાઈ હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પક્ષના સાંસદોએ ભાગ લીધો
IMAGE : BJP Twitter |
ભારતીય જનતા પાર્ટીની આજે સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પક્ષના સાંસદોએ ભાગ લીધો હતો. જ્યારે પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે સંસદીય બોર્ડના સભ્યોએ તાળીઓથી વધાવી તેમને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ભવ્ય જીત બદલ અભિનંદન આપ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતનો શ્રેય આ બે લોકોને આપ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પીએમ નરેન્દ્ર મોદીની જીત પર પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ તાળીઓ અને નારા લગાવ્યા હોય પરંતુ પીએમ મોદીએ તે જીત માટે પોતાને હકદાર ન માનતા, ગુજરાતની જીતનો શ્રેય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો હતો. આ સાથે પીએમ મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો હતો.
પ્રહલાદ જોશીએ પણ કાર્યકરોનો આભર પ્રકટ કર્યો
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ કહ્યું, 'પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જો કોઈને શ્રેય આપવો હોય તો તે ગુજરાતના બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાતના બીજેપી કાર્યકરોને આપવો જોઈએ. પીએમ કહે છે કે કાર્યકર્તાઓના બળ પર આપણે ચૂંટણી કેવી રીતે જીતી શકીએ છીએ, ગુજરાતની ચૂંટણી તેનું ઉદાહરણ છે. પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતની જીત પર કહ્યું કે સંગઠનના બળ પર પાર્ટી સતત સાતમી વખત જીતી છે.