ગુજરાતની પંક્તિ પાંડેને ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, ISRO વિજ્ઞાનીને PM મોદીએ કરી સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ હેઠળ 'ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ' થી સન્માનિત કર્યો

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ગુજરાતની પંક્તિ પાંડેને ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, ISRO વિજ્ઞાનીને PM મોદીએ કરી સન્માનિત 1 - image


Who Is Pankti Pandey : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિક પંક્તિ પાંડે ટકાઉ જીવન વિશે ખૂબ જ જાગૃત છે. તે પોતાના ક્લીનર્સ બનાવે છે, તે કચરામાંથી જાતે ખાતર તૈયાર કરે છે, તે જ્યારે પણ ખરીદી કરવા જાય છે ત્યારે પ્લાસ્ટિક થેલીના બદલે કન્ટેનરનો ઉપયોગ કરે છે. ટકાઉ જીવન અને પર્યાવરણના બચાવ માટે તેમના સતત પ્રયાસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ (National Creators Award)  હેઠળ 'ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ' થી સન્માનિત કર્યા હતા.

આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવાનો વિચાર

પંક્તિ પાંડે ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. ઉપલબ્ધ સંસાધનનું સમ્માન કરવું એ તેઓ તેમના પરિવાર પાસેથી શીખ્યા હતાં. પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર ત્યારે થયા જ્યારે તેમના ઘરે દિકરીનો જન્મ થયો. દિકરીના જન્મ પછી તેઓએ આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ કેવી રીતે મળી રહે તે વિશે વિચાર- મંથન કર્યું. એ પછી આ વિચારનો અમલ કરવા આ કામની શરુઆત તેમના ઘરેથી કરી. જો કે, રિસાયક્લિંગ તેમના માટે ક્યારેય વિકલ્પ નહોતો. તેના કારણે તે રિયૂઝ અને રિડ્યૂસને પ્રાથમિકતા આપવા લાગ્યા હતા.

કેવી રીતે બદલી આદતો?

જ્યારે તેમણે આ વિષયે ધ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે જોયુ કે કે સૌથી વધારે કચરો કરિયાણાની થેલીઓ, ખાલી ક્લીનર અને શેમ્પૂની બોટલો અને રસોડાનો કચરો હતો. આ જોઈને તેઓ જ્યારે કરિયાણું ખરીદવા માટે જાય ત્યારે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કન્ટેનરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમણે રસોડાના કચરામાંથી ખાતર બનાવવાનું શરુ કર્યું અને તેનો ઉપયોગ બગીચામાં કરવાનું શરૂ કર્યું. આ સાથે તેમણે શેમ્પુ અને અન્ય ખાલી બોટલોથી છુટકારો મેળવવા માટે તેમણે કુદરતી ક્લીનર્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ પણ બનાવવાનું શરુ કર્યું. અને ધીરે-ધીરે તેમને સફળતા મળતાં તેમણે આ વિચારધારાને આગળ વધારવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો સુધી તેમનો વિચાર પહોંચાડ્યો. તેમનો આ વિચાર બહોળા સમુદાય સુધી પહોચતાં લોકોમાં પણ જાગૃતતા આવવા લાગી. 


Google NewsGoogle News