Get The App

વિશ્વમાં સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં ગુજરાતના 3 સામેલ, જુઓ 333 શહેરોની યાદી

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
વિશ્વમાં સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં ગુજરાતના 3 સામેલ, જુઓ 333 શહેરોની યાદી 1 - image

World Crime Ranking : વિશ્વભરમાં બનતી ક્રાઈમ ઘટનાઓનો ડેટાબેઝ તૈયાર કરતી દિગ્ગજ સંસ્થા નુમ્બેઓએ સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા 333 શહેરોની યાદી જાહેર કરી છે. તેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાનું કરાકસ શહેર છે, જ્યાં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ બને છે, જ્યારે આ યાદીમાં ભારત (India)ના 15 શહેરો પણ સામેલ છે. 

ટોપ-20માં સાઉથ આફ્રિકાના પાંચ શહેર

નુમ્બેઓની ક્રાઈમરેટની રેન્કિંગ મુજબ કરાકસ બાદ બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-20 ક્રિમિનલ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં સાઉથ આફ્રિકાના પાંચ શહેર, અમેરિકાના અને બ્રાઝિલના ચાર-ચાર, પપુઆ ન્યુ ગીની, હોન્ડુરસ, ટ્રિનિદાદ અને ટોબેગો, અર્જેન્ટીના, ઈક્વાડોર, મેક્સિકોના 1-1 શહેરનો સમાવેશ થાય છે.

ભારતમાં દિલ્હીમાં સૌથી વધુ ક્રાઈમ

યાદીમાં ભારતના 15 શહેરોના નામ પણ સામેલ છે. આમાં દિલ્હી 70માં ક્રમાંકે, નોઈડા 87, ગુડગાંવ 95, બેંગ્લોર 102, ઈન્દોર 136, કોલકાતા 159, મુંબઈ 169, હૈદરાબાદ 174, ચંડીગઢ 177, પુણે 184, ચેન્નાઈ 204, નવી મુંબઈ 224, સુરત (Surat) 238, અમદાવાદ (Ahmedabad) 248 અને વડોદરા (Vadodara) 256 ક્રમાંકે છે.

મોટાભાગની હત્યાઓ ઉશ્કેરણી અને ગેરસમજને કારણે

રિપોર્ટ મુજબ વર્ષ 2023ના છેલ્લા ચાર મહિનામાં 7700 હત્યા થઈ હતી. તેમાં જાતિ આધારીત હિંસાનો પણ ખુલાસો થયો છે. ઉશ્કેરણી અને ગેરસમજના કારણે 7340 હત્યાઓમાંથી 1116 હત્યાઓ થઈ છે. જ્યારે મોબ લિન્ચિંગ (ટોળાની હિંસા)ના કારણે 431 હત્યાઓ થઈ છે.

ભારતના 15 શહેરોના ક્રાઈમ રેટ

વિશ્વમાં સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં ગુજરાતના 3 સામેલ, જુઓ 333 શહેરોની યાદી 2 - image


Google NewsGoogle News