Get The App

VIDEO: દેશની પહેલી બુલેટ ટ્રેનમાં સ્પેશિયલ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ, રેલવે મંત્રીએ આપી માહિતી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
VIDEO: દેશની પહેલી બુલેટ ટ્રેનમાં સ્પેશિયલ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ, રેલવે મંત્રીએ આપી માહિતી 1 - image


Mumbai-Ahmedabad Bullet Train : ઘણા સમયથી દેશમાં જેની ચર્ચા ચાલી રહી છે તે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કૉરિડોર પર બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad Bullet Train Project) દોડાવવા માટે દેશમાં પ્રથમવાર એક વિશિષ્ટ ટ્રેક સિસ્ટમ (J-Slab Ballastless Track System)નો ઉપયોગ કરવાની તૈયારી કરાઈ છે.

રેલવે મંત્રીએ પ્રોજેક્ટની કામગીરીનો વીડિયો શેર કર્યો

રેલવે મંત્રીએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. બુટેલ ટ્રેન માટે બની રહેલા દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેક પર ટ્રેન પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડી શકશે. હાલ પ્રોજેક્ટ હેઠળ 153 કિલોમીટર વાયાડક્ટ અને 295.5 કિલોમીટરનો ટ્રેક બનવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

ગુજરાતના બે સ્થળેએ બનશે ટ્રેક

વીડિયોમાં એવું પણ દર્શાવાયું છે કે, દેશમાં બે સ્થળો પર પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબનું નિર્માણ ચાલી રહ્યું છે. આ બંને ટ્રેક ગુજરાત (Gujarat)ના આણંદ અને કિમમાં બની રહ્યા છે. આ અદ્ભુત ટ્રેક સિસ્ટમ એન્જિનિયરિંગ અને મેક ઇન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે.

14 સ્થળોએ એનીમોમીટર્સ ઈન્સ્ટોલ કરાશે

અગાઉ વૈષ્ણવે મંગળવાર 26 માર્ચે કહ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વધુમાં વધુ સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ભારતીય રેલવે એનીમોમીટર ઈન્સ્ટોલ કરવાની યોજના બાનાવી રહી છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઊચ્ચ સુરક્ષા માનકોને ધ્યાને રાખી ગુજરાત અને મહારાષ્ટ્રમાં 14 મુખ્ય સ્થળોએ એનીમોમીટર્સ ઈન્સ્ટોલ કરવામાં આવશે.’

જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમ એટલે શું ?

જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમના મુખ્યત્વે ચાર ભાગ હોય છે, જેમાં વાયાડક્ટ ઉપર આરસી ટ્રેક બેડ, સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર, પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ અને રેલ વીથ ફાસ્ટનર્સનો સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં એક પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ હોય છે અને તેમાં ફાસ્ટનિંગ ડિવાઈઝ અને રેલ ઈન્સ્ટોલ કરવામાં આવે છે. આ સ્લેબ આરસી ટ્રેક બેડ પર હોય છે. આ સ્લેબ વાયાડક્ટ ટૉપ પર ઈન્ડિવિઝ્યુઅલ અપ અને ડાઉન ટ્રેક લાઈન પર ઈન્સ્ટોલ કરવામાં આવે છે.


Google NewsGoogle News