'ગુજરાતના મુખ્ય શહેરોમાં મોટા આતંકી હુમલાનું હતું કાવતરું..' ISISના આતંકીએ કર્યો ઘટસ્ફોટ

ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર હતા નિશાને

ગોધરા કાંડનો બદલો લેવાની બનાવી હતી યોજના

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
'ગુજરાતના મુખ્ય શહેરોમાં મોટા આતંકી હુમલાનું હતું કાવતરું..' ISISના આતંકીએ કર્યો ઘટસ્ફોટ 1 - image


ISIS and NIA news | ઈસ્લામિક સ્ટેટ ISISના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે NIAની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ IED બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. તેના નિશાને ગુજરાતના મહત્ત્વના શહેરો હતા. 

ક્યાં કરવાનો હતો હુમલો? 

શાહનવાઝે કહ્યું કે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર આતંકીઓના નિશાને હતા. આતંકી શાહનવાઝની દિલ્હી પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. તેને NIA દ્વારા મોસ્ટ વૉન્ટેડ જાહેર કરાયો હતો અને તેના પર 5 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. શાહનવાઝની દિલ્હીથી NIAએ ધરપકડ કરી હતી. પૂણે ISIS મોડ્યુલના અનેક આતંકીઓ હજુ ફરાર છે. 

પૂણે મોડ્યુલના નિશાને હતા ગુજરાતના શહેરો 

તાજેતરમાં પકડાયેલા ISISના આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે પૂણે મહારાષ્ટ્ર મોડ્યુલના નિશાને મુંબઈ અને ગુજરાતના શહેરો હતા. ISIS તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો. પૂછપરછમાં તેણે કહ્યું કે આતંકીઓના નિશાને ગુજરાતમાં ભાજપનો હેડક્વાર્ટર, RSSનો હેડક્વાર્ટર, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન, ભીડવાળા બજાર અને વીઆઈપીના ઘર અને તેના રુટ્સ હતા. મોટા આતંકી હુમલા માટે કાયદેસર રીતે આ તમામ સ્થળોની જાન્યુઆરી 2023 માં રેકી કરાઈ હતી.  

'ગુજરાતના મુખ્ય શહેરોમાં મોટા આતંકી હુમલાનું હતું કાવતરું..' ISISના આતંકીએ કર્યો ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News