અમદાવાદથી દિલ્હી ગયેલી ફ્લાઇટે રન-વે પર ઊતરતાં જ ફરી કર્યું ટેક ઑફ, ઍરપૉર્ટ પર ખળભળાટ
Indigo Airlines: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર મંગળવારે એક મોટો અકસ્માત થતાં બચી ગયો. અમદાવાદથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ એકવારમાં લેન્ડ કરી શકી ન હતી. દિલ્હી ઍરપૉર્ટના ટર્મિનલ ત્રણના રનવે પર ફ્લાઇટના લેન્ડિંગના સમયે ટચ અપ રનવે કરીને ફરીથી ટેક ઑફ કરી કરી દીધું. જેના કારણે ઇન્ડિગો એરલાઇન્સની અંદર હાજર મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે, આશરે 20 મિનિટ આકાશમાં ચક્કર લગાવ્યા બાદ વિમાનનું રી-અપ્રોચ લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
મુસાફરોમાં ગભરાહટ
અમદાવાદથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને અમુક કારણોસર રી-અપ્રોચ લેન્ડિંગ કરાવવામાં આવ્યું. જો કે, આ મુદ્દે એરલાઇન્સ તરફથી કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં નથી આવી. વિમાનના ટચ અપ રનવે કરીને ફરીથી ટેક ઑફ કરવાથી મુસાફરો ગભરાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, વિમાનની ગતિ વધારે હોવાના કારણે તેને ટચ અપ રનવે કરીને ફરીથી ટેક ઑફ કરવું પડ્યું હતું. થોડીવાર આકાશમાં ચક્કર લગાવ્યા બાદ વિમાનને ફરીથી ટર્મિનલ 3 પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં મુસાફરી કરતાં તમામ મુસાફર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
આ પણ વાંચોઃ જીવલેણ ષડયંત્ર: યુપીમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, એન્જિનમાં ફસાયો લાકડાનો ટુકડો
ઇન્ડિગોએ માંગી માફી
આ પહેલા રવિવારે ઇન્ડિગો એરલાઇન્સ તરફથી મુસાફરોને મોડું થવા બદલ માફી માંગવામાં આવી હતી. રાંચીથી દિલ્હી જતાં વિમાનમાં ટેક્નિકલ સમસ્યા હોવાના કારણે વિમાનને રાંચી ઍરપૉર્ટ પર રોકવામાં આવ્યું હતું. જેના કારણે મુસાફરોને ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં મોડું થયું હતું. ઇન્ડિગોના પ્રવક્તા તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, રાંચીથી દિલ્હી જતી ફ્લાઇટ 6E 5024 ને ટેક્નિકલ સમસ્યાને કારણે રદ કરવામાં આવી છે. રાંચીથી દિલ્હી જતી ફ્લાઇટ રાત્રે 8:40 વાગ્યે રવાના થવાની હતી, પરંતુ ટેક્નિકલ કારણોસર તેમાં ત્રણ કલાકનું મોડું થયું છે.
આ પણ વાંચોઃ 30 કરોડ પગાર, ફક્ત એક સ્વિચ ઓન-ઓફ કરવાની છે, છતાં કોઈ નોકરી કરવા તૈયાર નથી...
આ દરમિયાન મુસાફરોને બે કલાક સુધી વિમાનમાં જ બેસી રહેવું પડ્યું અને રાત્રે 11:20 વાગ્યે વિમાનને ઉતરવાનું કહેવાયું. મુસાફરોને નાસ્તો, રિફન્ડ અને ઓપ્શનલ ફ્લાઇટ આપવામાં આવી હતી. આ સાથે જ ઇન્ડિગોએ મુસાફરોને થયેલી મુશ્કેલીના કારણે માફી પણ માંગી.