27, 28, 29 સપ્ટેમ્બર કયાં કયાં રાજ્યોમાં પડશે વરસાદ, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IMD Latest Weather Update : દેશમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરાસાદ પડવાની સ્થિતિ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યો માટે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 27, 28, 29 સપ્ટેમ્બર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કરવાની સાથે એલર્ટ પણ જાહેર કર્યું છે. IMDએ આજે આજે આપેલી આગાહી મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ પડી શકે છે.
26 સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વરસાદની આગાહી
આગાહી મુજબ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 26, 27 અને 28 સપ્ટેમ્બરે મૂશળધાર વરસાદ પડી શકે છે, જ્યારે બીજી ઓક્ટોબરે પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ઝારખંડમાં 26 સપ્ટેમ્બરે, બિહારમાં 26 અને 27 સપ્ટેમ્બરે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26, 27 તેમજ 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની બે ઓક્ટોબર સુધીની આગાહી
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 26 સપ્ટેમ્બરે વરસાદ, ઝારખંડમાં 27 સપ્ટેમ્બરે અને બિહારમાં 28 સપ્ટેમ્બરે ભારે વરસાદ, અરુણાચલ પ્રદેશમાં 27 અને 28 સપ્ટેમ્બર તેમજ પહેલી અને બીજી ઓક્ટોબરે ભારે વરસાદ, આસામ અને મેઘાલયમાં 27થી 28 સપ્ટેમ્બર અને પછી 30 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
- પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 26 સપ્ટેમ્બરે
- પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 26 અને 28 સપ્ટેમ્બર વચ્ચે
- ઉત્તરાખંડમાં 26 અને 27 સપ્ટેમ્બરે
- પૂર્વી ઉત્તર પ્રદેશમાં 26થી 28 સપ્ટેમ્બર
- હિમાચલ પ્રદેશમાં 27 સપ્ટેમ્બરે
- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 26 સપ્ટેમ્બરે
- હરિયાણા અને ચંદીગઢમાં 26 સપ્ટેમ્બરે
- પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 26 અને 27 સપ્ટેમ્બરે
- ઉત્તરાખંડમાં 28 સપ્ટેમ્બરે
- તેલંગાણામાં 26 સપ્ટેમ્બરે
- તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 26, 28 અને 29 સપ્ટેમ્બરે
- કેરળ અને માહેમાં 28 અને 30 સપ્ટેમ્બર વચ્ચે