કોંગ્રેસના દિગ્ગજ નેતાની હાજરીમાં સ્ટેજ પર જ મહિલાની છેડતી, અડપલાં કરવાના પ્રયાસ: કુમારી શૈલજાએ કાર્યવાહીની માંગ કરી
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે હરિયાણાથી એક નિંદનીય ઘટના સામે આવી છે. અહીં નારનોંદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિપેન્દ્રસિંહ હુડ્ડાની રેલી દરમિયાન મહિલા નેતાની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના હરિયાણાના નારનોંદની છે. અહીં, કોંગ્રેસ નેતા દિપેન્દ્રસિંહ હુડ્ડાની રેલીમાં એક આદમીએ સ્ટેજ પર જાહેરમાં કોંગ્રેસના મહિલા નેતા સોનિયા દૂહનની છેડતી કરી હતી. ત્યારે નજીક ઉભેલા બીજા નેતાનું ધ્યાન પડતા તેમણે તે વ્યક્તિનો ધક્કો મારી સોનિયા દૂહનથી દૂર કર્યો હતો. સોનિયા દૂહન શરદ પવારની પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાં છે અને તેઓ જસ્સી પટવારની ભત્રીજી પણ છે. કોંગ્રેસ સાંસદ કુમારી સેલજાએ આ અંગે કહ્યું કે, 'મેં તેમની જોડે વાત કરી, તેઓએ મને જણાવ્યું કે ત્યાં તેમની છેડતી કરાઇ હતી. જો આજે કોઇ મહિલા સાથે આવું થતું હોય તો આ આનાથી દુષ્ટ અને નિંદનીય શું હોઇ શકે છે. આ અંગે કડક કાર્યવાહી થવી જોઇએ.'
આ પણ વાંચોઃ Exit Poll Results 2024 : જમ્મુ કાશ્મીરમાં NC-કોંગ્રેસ સૌથી આગળ, હરિયાણામાં ભાજપને ઝટકો
કોણ છે સોનિયા દૂહન
સોનિયા દૂહનનો જન્મ 1992માં હરિયાણાના હિસારમાં થયો હતો. તેઓએ માત્ર 21 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. કુરુક્ષેત્રથી તેઓ પાઇલટની ટ્રેનિંગ લેવા પુણે ગયા હતા. જ્યાં તેમની મુલાકાત શરદ પવારથી થઇ હતી અને તેમનાથી પ્રભાવિત થઇ તેઓ એનસીપીમાં જોડાયાં હતા. તેઓએ એનસીપીમાં વિદ્યાર્થી પાંખના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જે બાદ તેઓ એનસીપી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ ફરી નવા-જૂનીના એંધાણ? કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યા મોદી સરકારના વખાણ