Get The App

ફરી નવા-જૂનીના એંધાણ? કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યા મોદી સરકારના વખાણ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
TS Singh Deo


Encounter in Chhattisgarh : છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સરહદ પર શુક્રવારે બપોરે પોલીસ અને નક્સલો વચ્ચેની અથડામણમાં 31 નક્સલો ઠાક કર્યા. જેને લઈને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સુરક્ષા જવાનોના વખાણ કર્યા અને તેમના ઓપરેશનને સફળ ગણાવ્યું. ત્યારે હવે છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટીએસ સિંહે ખુલ્લેઆમ મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે, 'આ એક મોટી સફળતા છે. અમે કેટલાક દિવસોથી સાંભળી રહ્યા છીએ કે 31 ડિસેમ્બર 2026 સુધીમાં છત્તીસગઢમાં નક્સલવાદને ખતમ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.'

ટીએસ સિંહે શું કહ્યું?

ટીએસ સિંહે કહ્યું કે, 'આ એક સારો અને મોટું લક્ષ્ય છે, જેટલી જલ્દી આપણે હિંસક વિચારધારાઓને મુખ્ય ધારામાં લાવીશું અને સામાન્ય લોકોની પ્રગતિ, બહેતર અને વિકાસ માટે કામ કરીશું તે સારું રહેશે.' આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, 'આ એન્કાઉન્ટરમાં 31 મૃતદેહો મળી આવ્યા છે. હજુ વધુ મૃતદેહો મળવાની શક્યતા છે. નક્સલો સામે આપણા જવાનોએ હાથ ધરેલું ઓપરેશન ખૂબ જ સફળ રહ્યું હતું. તેમને મારી શુભેચ્છાઓ.'

આ પણ વાંચો : Exit Poll Results 2024 : જમ્મુ કાશ્મીરમાં NC-કોંગ્રેસ સૌથી આગળ, હરિયાણામાં ભાજપને ઝટકો

પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

બીજી તરફ આ એન્કાઉન્ટરને છત્તીસગઢનું સૌથી મોટું એન્કાઉન્ટર ગણાવવામાં આવી રહ્યું છે. પોલીસ નક્સલો વિરુદ્ધ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, પોલીસે મોટી માત્રામાં એલએમજી રાઇફલ્સ, AK-47 રાઇફલ્સ, એસએલઆર રાઇફલ્સ, ઇન્સાસ રાઇફલ્સ, કેલિબર 303 રાઇફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધારાના CRPF દળો પણ ચાંપતી નજર રાખી રહ્યા છે.

એન્કાઉન્ટરમાં 31 નક્સલો માર્યા ગયા

રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોલીસ અને નક્સલો વચ્ચેના આ એન્કાઉન્ટરની સંપૂર્ણ માહિતી આપી છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે રાત્રે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે નારાયણપુર-દંતેવાડા સરહદ પર પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા 31 નક્સલો અંગે વાત કરી હતી.

આ પણ વાંચો : 'આપણામાં ભાગલા પાડનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં PM મોદીનું નિવેદન; રાહુલ ગાંધીએ કર્યો અનામતનો વાયદો

ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું હતું કે, 'ભાજપ સરકાર નક્સલવાદને ખતમ કરવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે બસ્તરમાંથી નક્સલોને ખતમ કરવાની સમયમર્યાદા પણ આપી હતી. ભાજપ સરકાર માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને મુક્ત કરશે. તેમજ અમિત શાહે નક્સલોને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી.'


Google NewsGoogle News