નકલી જીએસટી દસ્તાવેજો બનાવવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં, રૂપિયા 20,000 કરોડની ટેક્સ ચોરી પકડાઈ
GST cheating cases in Gujarat: GSTમાં છેતરપિંડીના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં રુપિયા 19,260 કરોડના નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાવા પકડી પાડ્યા છે. આ પ્રકારના કુલ 1999 કેસ નોંધાયા છે. દર વર્ષે આવા અનેક કિસ્સા સામે આવે છે. ગયા વર્ષે પણ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના 1,940 કેસ નોંધાયા હતા જેમાં રુપિયા 13,175 કરોડનું રિફંડ માંગવામાં આવ્યું હતું.
અધિકારીઓએ આટલી મોટી રકમમાંથી 1,597 કરોડ રુપિયા રિકવર કર્યા હતા. આ વર્ષે પણ છેતરપિંડીના કેસમાં 49%નો વધારો થયો છે. આવા નકલી કેસોમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાવાનો સમાવેશ થાય છે, જ્યાં વસ્તુઓ અથવા સેવાઓનો કોઈ વાસ્તવિક સપ્લાય કરવામાં આવ્યો નથી, પરંતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા પૈસાનો દાવો કરવામાં આવે છે. આ કેસોના નિકાલનો સરેરાશ દર 12.71% હોવાનો અનુમાન લગાવવામાં આવે છે.
સૌથી વધારે કિસ્સા ક્યાં નોંધાયા?
નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના સૌથી વધુ કેસ આ વખતે ગુજરાતમાંથી આવ્યા છે. તે પછી બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને હરિયાણાનો નંબર આવે છે. ગુજરાતમાં આવા 241, પશ્ચિમ બંગાળમાં 227, હરિયાણામાં 186, આસામમાં 168, રાજસ્થાનમાં 143, મહારાષ્ટ્રમાં 130, કર્ણાટકમાં 122 અને દિલ્હીમાં 105 કેસ નોંધાયા છે. જો કે, રકમની દ્રષ્ટિએ જોઈએ તો હરિયાણા અને દિલ્હીમાં નકલી ITCના સૌથી મોટા કેસ સામે આવ્યા છે. GST ઈનપુટ ટેક્સ ક્રેડિટના બનાવટી ITC દાવા પર કાર્યવાહી કરવી એ વિભાગ માટે શરૂઆતથી જ એક મોટો પડકાર હતો. તેમજ વિભાગ સતત તેના પર ફોકસ કરી રહ્યું છે.
ઈનપુટ ટેક્સ ક્રેડિટ શું છે?
એક મેન્યુફેક્ચરર જ્યારે કોઈ સામાન ખરીદે છે, ત્યારે તે તેના પર ટેક્સ આપે છે. અને જ્યારે પણ તે કોઈ સામાન કોઈને વેચે છે ત્યારે તે તેની પાસેથી ટેક્સ વસૂલ કરે છે. આ બે ટેક્સ વચ્ચેના ડિફરન્ટને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં એડજસ્ટ કરીને GST વિભાગમાંથી પૈસા પરત લેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ.. કોઈ ઉત્પાદકે માલ વેચ્યો અને તેના પર 450 રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો. તેમજ માની લો કે આ વસ્તુ બનાવવા માટે વસ્તું ખરીદી હતી તેના પર 300 રૂપિયાનો ટેક્, પહેલા ચૂકવ્યો હતો. ઉત્પાદક હવે 300 રૂપિયાથી 450 રુપિયા ઓછો GST જમા કરશે. હવે ઉત્પાદક 300 રુપિયાના ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરશે. એટલે જે 300 રુપિયાનો તફાવત રહ્યો તે ઈનપુટ ટેક્સ કહેવાય છે.