Get The App

'ગુજરાતમાંથી ચાલે છે અંડરવર્લ્ડ, 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું તેનો અર્થ...', સંજય રાઉતના આકરા પ્રહાર

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
'ગુજરાતમાંથી ચાલે છે અંડરવર્લ્ડ, 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું તેનો અર્થ...', સંજય રાઉતના આકરા પ્રહાર 1 - image


Maharashtra News : અજીત પવાર જૂથ અને NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા તેમજ ગુજરાતમાંથી 5000 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત થવા મામલે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે, ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચાલી રહ્યું છે. આ સરકાર જ્યારથી આવી છે મુંબઇમાં ગેન્ગવોર અને અંડરવર્લ્ડની તાકાત વધી છે.

સરકાર પાછળ અંડરવર્લ્ડની તાકાત : સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘મે પહેલા પણ કહ્યું હતું કે જ્યારથી આ સરકાર આવી છે મુંબઇમાં ગેન્ગવોર અને અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે કારણ કે આ સરકાર પાછળ અંડરવર્લ્ડની તાકાત છે અને અંડરવર્લ્ડ ગુજરાતમાંથી ચલાવવામાં આવી રહ્યું છે. આજે 5 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત થયું છે, જેનો અર્થ છે કે દેશમાં 50,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પહેલા જ વિતરણ કરવામાં આવી ચુક્યુ છે.’

આ પણ વાંચો : કઈ રીતે ગુજરાતનાં રસ્તે દુબઈથી દિલ્હી જતું હતું હજારો કરોડનું કોકેન, જાણો ઈનસાઈડ સ્ટોરી

‘અજીતે અમિત શાહનું રાજીનામું માંગવું જોઇએ’

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘એક ગેન્ગસ્ટર જે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે અને ગુજરાત ATSની કસ્ટડીમાં છે, તે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લે છે..આ ગુજરાતથી આવનારા કેન્દ્રીય ગૃહમંત્રી માટે એક પડકાર છે. અજીત પવારે અમિત શાહનું રાજીનામું માંગવું જોઇએ. મુંબઇમાં જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી ફરી એક વખત ગેન્ગવોર અને અંડરવર્લ્ડની તાકાત વધી છે અને આ અંડરવર્લ્ડ ગુજરાતથી ચાલી રહ્યું છે."

દેશભરમાં 50 હજાર કરોડના ડ્રગ્સનું વિતરણ

રાઉતે કહ્યું કે, ‘ગુજરાતમાંથી 5000 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે. 5000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવાનું નાટક થયું છે ત્યારે 50,000 કરોડના ડ્રગ્સનું દેશમાં વિતરણ થઇ ગયું છે. આ પૈસા કોની પાસે જાય છે, કઇ પાર્ટી પાસે જાય છે અને આ પૈસાથી કોણ ચૂંટણી લડી રહ્યું છે તે જનતાને જણાવવાની જરૂર નથી.’

આ પણ વાંચો : અંકલેશ્વરમાં 5 કરોડનું ડ્રગ્સ ઝડપાયાનો મામલો, આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ

સરકાર ભજન કરવા બેઠી છે, વોટ માંગે અને પૈસા ખાય : રાઉત

સંજય રાઉતે કહ્યું કે, એક ગેન્ગસ્ટર ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, ગુજરાત એટીએસના કબ્જામાં છે. તે વ્યક્તિ મુંબઇમાં એક મહત્ત્વપૂર્ણ નેતા બાબા સિદ્દીકીની હત્યા થઇ તેની જવાબદારી લે છે. બાબા સિદ્દીકી સામાન્ય વ્યક્તિ નહતા. જનતાના નેતા હતા. તેમના અંતિમ સંસ્કાર વખતે શરીર પર તિરંગો લપેટવામાં આવ્યો. સરકાર માટે આ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતા અને પોલીસ સુરક્ષામાં આવી વ્યક્તિની હત્યા થઇ ગઇ. જવાબદારી કોણ લે છે ગુજરાતના એટીએસના કબ્જામાં રહેલો એક ગુનેગાર. આ તો ગંભીર વાત છે કે રાજ્યના ગૃહમંત્રી નહીં તો દેશના ગૃહમંત્રી જે ગુજરાતના છે તેમના માટે પણ ચેલેન્જ છે. અજીત પવારે અમિત શાહનું રાજીનામું માંગવું જોઇએ. દેવેન્દ્ર ફડણવીસને તો છોડી દો તે કોઇ કામના નથી રહ્યાં. ગુજરાતની જેલમાં બેઠેલો વ્યક્તિ જે એટીએસના કબ્જામાં છે તે મહારાષ્ટ્રના એક નેતાની હત્યા કરાવે છે અને જવાબદારી લે છે અને અમારી સરકાર ભજન કરવા બેઠી છે, વોટ માંગે છે અને પૈસા ખાય છે.’

આ પણ વાંચો : ડ્રગ્સનું આયાત કેન્દ્ર બન્યું ગુજરાત, 7 વર્ષમાં પ્રતિદિન સરેરાશ 15 કરોડનું ડ્રગ્સ પકડાયું, નશાબંધી કાયદો નામશેષ!


Google NewsGoogle News